Fri,26 April 2024,1:07 am
Print
header

સ્વતંત્રતા દિવસ પર 1380 પોલીસ કર્મચારીઓને મળશે સન્માન, ગુજરાતના 19 પોલીસકર્મીઓ પણ સામેલ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પોલીસ વીરતા પુરસ્કારોની જાહેરાત કરી છે. આવતીકાલે સ્વતંત્રતા દિવસ પર કેન્દ્ર સરકાર તરફથી 1380 પોલીસ જવાનોને વીરતા માટે સન્માનિત કરવામાં આવશે. આ જવાનોમાં આઇટીબીપીના 23 જવાન સામેલ છે.  ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરાશે.

સ્વતંત્રતા દિવસના પ્રસંગે કેન્દ્ર સરકારે 662 પોલીસ કર્મચારીઓને બહાદુરી માટે પોલીસ મેડલ, 628 કર્મચારીઓને બહાદુરી માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 88 કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 662 કર્મચારીઓને શાનદાર સેવા માટે પોલીસ મેડલની જાહેરાત કરી છે.સ્વતંત્રતા દિવસ 2021 ના પ્રસંગે કુલ 1,380 પોલીસ કર્મચારીઓને મેડલ મળશે.

દેશભરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના નામ મેડલ માટે જાહેર થયા છે. ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સામેલ છે. સ્વતંત્ર પર્વ પર પોલીસ અધિકારી, કર્મચારીઓને મેડલ અપાશે.રાજ્યના 19 પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત કરાઈ છે. 2 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે. ગુજરાતના 17 પોલીસ કર્મીઓને પોલીસ મેડલ એનાયત કરાશે.

હાલોલના DySP હરપાલસિંહ રાઠોડને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે. આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર પ્રેમજી પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે. ઉપરાંત ગુજરાતના અન્ય પોલીસ કર્મચારીઓ, અધિકારીઓના નામ જાહેર કરાયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch