Fri,19 April 2024,5:46 pm
Print
header

લવ જેહાદ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું- મુસ્તુફા મહેશ બનીને પ્રેમ કરશે તો ચલાવી નહીં લેવાય- Gujaratpost

ગુજરાત અને ખાસ કરીને સુરતમાં વધી રહ્યાં છે લવ જેહાદના કિસ્સા

પ્રેમ શબ્દને કોઈપણ બદનામ કરશે તો તેને છોડવામાં આવશે નહીં

પ્રેમ કરવાનો હક તમામને છે, પરંતુ પોતાની ઓળખ જાહેર કરીને

સુરતઃ રાજ્યમાં લવ જેહાદનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હાલમાં જ આ મામલે રાજકોટમાં મળેલી બેઠકમાં પાટીદાર અગ્રણીઓએ પણ પોતાની નારાજગી દર્શાવી હતી. હવે આ મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે.  હર્ષ સંઘવી કહ્યું, પ્રેમ કરવાનો તમામને હક છે. પરંતુ કોઈ મુસ્તુફા મહેશ બનીને પ્રેમ કરશે તો ચલાવી લેવામાં નહીં આવે. ઘણી જગ્યાએ એવા કિસ્સાઓ સામે આવ્યાં છે જેમાં નામ બદલીને યુવકો યુવતીઓને ફસાવે છે અને તેમની જિંદગી બરબાદ કરી નાખે છે.

હર્ષ સંઘવીએ કહ્યું, કોઈ મુસ્તફા મહેશ બનીને સમાજ વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરશે કે મહેશ કોઈ અન્ય નામ ધારણ કરીને પ્રેમને બદનામ કરવાની કોશિશ કરશે, તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે, આ બાંયધરી હું આપું છું. પ્રેમ શબ્દને કોઈપણ બદનામ કરશે તો તેને છોડવામાં આવશે નહીં, તેમને ઉમેર્યું કે પ્રેમ કરવાનો હક તમામને છે, પરંતુ પોતાની ઓળખ જાહેર કરીને, છુપાવીને નહીં.

સુરતમાં સિટી લાઈટ અગ્રેસન ભવનમાં E-FIR ને લઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી તેમજ સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા ઈ-FIR એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ ઈ-FIR થકી લોકો હવે ઘરે બેઠા વાહનચોરી અને મોબાઈલ ચોરીની ફરિયાદ કરી શકે છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch