Sat,20 April 2024,1:56 am
Print
header

શું મહિલાઓને તડકામાં કાળા પડવાનું મોટું ટેન્શન છે ? અજમાવો આ ઉપાય- ખીલી ઉઠશે તમારો ચહેરો

ઉનાળામાં મહિલાઓ માટે સતત તડકામાં રહેવું પડે તો ત્વચા કાળી પડી શકે છે. જેનાથી ટેનિંગ થઈ જાય છે.ઉનાળામાં અનેક લોકોને સ્કિન ટેનિંગની સમસ્યા થઈ જાય છે. વધુ સમય તડકામાં રહેવાથી ત્વચા કાળી પડી જાય છે. તેમાં ટેનિંગ થઈ જાય છે. વધુ તડકાને ત્વચા માટે હાનિકારક માનવામાં આવે છે. ટેનિંગના કારણે ત્વચા લાલ અને કાળાશ પડતી નજર આવવા લાગે છે. ખાસ કરીને મહિલાઓની ત્વચા પાતળી હોવાના કારણે તેને વધુ સમસ્યા રહે છે. 

ગરમીનો મોસમમાં ઘરની બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લોશન જરૂર લગાવો. જેનાથી ટેનિંગનો ખતરો ઓછો થઈ જાય છે.મહિલાઓએ પોતાના શરીરને ઢાંકીને બહાર નીકળવું જોઈએ.જેથી ત્વચા પર સીધા સૂરજના કિરણનો ન પડે.જેનાથી છૂટકારો મેળવવાનો રસ્તો તમારા ઘરમાં જ છે. 

દહીં અને બેસન

સન ટેનને દૂર કરવા માટે દહીં અને બેસનને ચહેરા પર લગાવવાથી કાળાશ દૂર થાય છે. એક કટોરી દહીંમાં એક ચમચી બેસન ઉમેરો.જેમાં થોડું દહીં મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવી લો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે ચહેરો સાફ કરી લો.

નારિયેળ પાણી અને ચંદન પાઉડર

ચહેરા પર નારિયેળનું પાણી અને ચંદનનું ફેસપેક લગાવવાથી સનટેન ઓછી થઈ જાય છે. સન ટેન થાય તો એક ચમચી ચંદનના પાઉડરમાં નારિયેળનું પાણી ઉમેરો. જેને લગાવીને 15 મિનીટ રહેવા દો. બાદમાં ત્વચા પાણીથી સાફ કરો. નિયમિત રૂપે આ ઈલાજ કરવાની ત્વચા ચમકી  જશે.

લીંબુ

એક લીંબુને કાપીને તેનો રસ કાઢી લો. જેને રૂની મદદથી ચહેરા પર લગાવી લો.જેને સુકાવા દો. સુકાવા પર પાણીની મદદથી ચહેરો સાફ કરી દો.લીંબુનો રસ ચહેરા પર લગાવવાથી રંગત સાફ થઈ જાય છે.

એલોવેરા જેલ

એલોવેરા જેલ લગાવવાથી ત્વચાને ઠંડક મળે છે ત્વચા નિખરે છે. એક એલોવેરાને લઈ તેને વચ્ચેથી કાપી નાખો અને અંદરથી જેલ કાઢી લો.જેના ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. સુકાયા બાદ પાણીની મદદથી ચહેરો સાફ કરી લો. એલોવેરા જેલ ટેનિંગને દૂર કરવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.આ જેલ ટેનિંગને તરત ગાયબ કરી દેશે.

ગુલાબ જળ

ગુલાબ જળ લગાવીને પણ ટેનને દૂર કરી શકાય છે. ટેન થવા પર રાત્રે સૂતા પહેલા ચહેરાનો પાણીથી સારી રીતે સાફ કરી લો. પછી તેને રૂની મદદથી સારી રીતે લગાવી લો. રોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર ગુલાબ જળ લગાવવાથી સારો ફાયદો મળશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar