અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ સહકારી મહા સંમેલનને પણ સંબોધિત કરશે.
શાહ આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, ત્યારબાદ તેમનો કાર્યક્રમ ગાંધીનગરમાં શરૂ થશે. 17 મેના રોજ સાંજે 4.30 વાગ્યે, તેઓ ગાંધીનગરના વાવોલ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘઘાટન કરશે. સાંજે 4:45 વાગ્યે તેઓ સેક્ટર 21-22 ના અંડરબ્રિજનું ઉદ્ઘઘાટન કરશે.
અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન કરશે
પેથાપુરમાં સાંજે 5 વાગ્યે બીજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘઘાટન કરવામાં આવશે. આ પછી, તેઓ કોલવડા તળાવનું ઉદ્ઘઘાટન કરશે, અને સાંજે 5:30 વાગ્યે, તેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટપાલ વિભાગના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે.
18 મેના રોજ સવારે 10.30 વાગ્યે, શાહ ગુજરાત રાજ્ય સહકારી ફેડરેશન દ્વારા આયોજિત વિકસિત ભારતના નિર્માણમાં સહકારીની ભૂમિકા વિષય પરના ભવ્ય પરિષદમાં હાજરી આપશે. આ પછી, તેઓ સવારે 11.45 થી બપોરે 1 વાગ્યા સુધી મહેસાણા જિલ્લામાં વિવિધ ઉદ્ઘઘાટન કાર્યક્રમોમાં હાજરી આપશે.
KVIC યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે
સાંજે 5:30 વાગ્યે, શાહ અમદાવાદમાં એમ પલ્લવ બ્રિજનું ઉદ્ઘઘાટન કરશે અને તેની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ KVIC ની ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ આયોજિત સાધનો વિતરણ સમારોહમાં પણ હાજર રહેશે, જ્યાં લાભાર્થીઓને સાધનો સોંપવામાં આવશે. અમિત શાહની આ મુલાકાતને ગુજરાતમાં વિકાસ અને સહકારના વિસ્તરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જેનાથી પ્રાદેશિક સ્તરે આરોગ્ય, માળખાગત સુવિધાઓ અને ગ્રામીણ ઉદ્યોગોને મજબૂત બનાવવાની અપેક્ષા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ડાંગમાં સાપુતારા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 6 લોકોનાં મોત | 2025-12-09 09:11:39
ગુજરાત ATS ને મોટી સફળતા, રાજસ્થાનની એક ફેક્ટરીમાંથી 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું | 2025-12-08 14:44:42
ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન: જગદીશ પંચાલે નરેશ પટેલની સરદાર સાથે કરી સરખામણી | 2025-12-07 11:47:51
જામનગરમાં વધુ એક કાર્ડિયાક કૌભાંડ: ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ.1.26 કરોડનો દંડ, ડૉક્ટર સસ્પેન્ડ | 2025-12-07 11:41:27
ગુજરાતમાં જોરદાર ઠંડીનો ચમકારો: આવતીકાલથી પારો વધુ ગગડશે- Gujarat Post | 2025-12-07 11:38:46
જામનગરમાં AAPની સભામાં હોબાળો: એક સમયે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પર જૂતું ફેંકનારા ગોપાલ ઇટાલીયા પર જૂતું ફેંકાયું | 2025-12-05 21:04:42
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં ડિનર: રાહુલ-ખડગેને આમંત્રણ નહીં અને શશિ થરૂર બન્યાં મહેમાન | 2025-12-05 20:53:58
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને 21 તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, મોદીએ રશિયન ભાષામાં લખેલી ગીતા આપી ભેટ | 2025-12-05 13:05:03
દારુ-ડ્રગ્સની રાજનીતિમાં હવે રાહુલ ગાંધીની એન્ટ્રી, ડબલ એન્જિનની સરકાર ડ્રગ્સનો કારોબાર કેમ બંધ નથી કરાવતી ? | 2025-12-02 16:31:36
ગુજરાતમાં ડ્રગ્સ, દારૂ, જુગારના વિવાદે ઉગ્ર રાજકીય સ્વરૂપ ધારણ કર્યું: મેવાણીએ હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી | 2025-11-29 17:19:27
ચાર ચાર બંગડી ગીતથી ફેમસ બનેલી સિંગર કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ | 2025-12-07 10:29:54
પાટણમાં પોલીસે 1 કરોડ રૂપિયાના દારુ સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત | 2025-12-07 10:00:14
SIR પ્રક્રિયા દરમિયાન ગુજરાતમાં 53 લાખ નામો ડિલીટ થવાના છે, જાણો વધુ વિગતો | 2025-12-05 09:12:50
ગોપાલ ઈટાલિયા બગડ્યાં, કમરના પટ્ટા ગળે પહેરનારા અધિકારીઓના પટ્ટા ઉતરશે ! | 2025-11-30 13:32:28