Mon,13 April 2026,1:32 pm
Print
header

સુરત મનપાના 60 વર્ષના ઇતિહાસના મેયર કેટલા રહ્યાં ? મેયરની ખુરશી મુખ્યપ્રધાન કરતાં પણ અસ્થિર- કાશીરામ રાણા અને બારડોલીવાલાનો મેયર બની રહેવાનો રેકોર્ડ

  • Published By
  • 2026-04-02 10:12:53
  • /

 

 

 

સ્ટોરીઃ દિલીપ પટેલ, સિનિયર પત્રકાર 

સુરતઃ મહાનગરની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સુરત શહેરના મેયરનો ઇતિહાસ જાણવા જેવો છે. સુરતના મેયર 35 મેયરના નામો છે. જો કે મેયરનો વહીવટી નિર્ણય કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી હોતી નથી. ખરેખર શહેરના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી મેયરની હોવી જોઈએ. કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન એ સ્થાનિક સરકાર ગણાય છે. ગાંધીનગર શહેરી વિકાસ વિભાગના રેકર્ડના ઇતિહાસ પ્રમાણે સુરત મહાનગર પાલિકાને 60 વર્ષ થયા છે. 1.71 વર્ષે સરેરાશ મેયર બદલાતા રહ્યાં છે. તે મુખ્યપ્રધાનની જેમ સ્થિર શાસક રહેવા દેવામાં આવ્યા નથી. 

આમ તો નિયમ દર 5 વર્ષે મેયર રહેતા હતા. પણ નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન થયા ત્યારે દર અઢી વર્ષે મેયરની ખુરશી ખાલી કરી દેવાનો કાયદો બનાવ્યો હતો. તેથી શહેરની સરકારોમાં અસ્થિર શાસન શરૂ થયું હતું. જો કે કોંગ્રેસના સમયમાં રાજકીય લડાઈમાં તે સમયના મેયર પણ સરેરાશ અઢી વર્ષ પુરા કરતા ન હતા. આમ મુખ્યપ્રધાનની ખુરશી કરતાં પણ ગુજરાતના મેયરોની ખુરશી વધારે અસલામ છે. ભાજપના કાશીરામ રાણા 3 વખત અને કોંગ્રેસના બારડોલીવાલા 3 વખત મેયર રહ્યાંનો રેકર્ડ છે. એક જ વ્યક્તિ લાંબા સમય સુધી સતત મેયર રહી શકે તેવી કાયદાકીય પરંપરા છે. મોટાભાગના બધા મેયરોનો કાર્યકાળ લગભગ સમાન જ હોય છે. સુરતમાં છેલ્લા ઘણા વર્ષોમાં કોઈ પણ વ્યક્તિએ સતત બે ટર્મ (લગભગ 5 વર્ષ) સુધી મેયર તરીકે સેવા આપી હોય તેવું સામાન્ય રીતે જોવા મળતું નથી. સૌથી લાંબા સમય સુધી મેયર તરીકે કોઈ એક ખાસ મેયરનું નામ આગળ આવતું નથી. કારણ કે સિસ્ટમ જ ટૂંકા કાર્યકાળ માટે રચાયેલી છે. 

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના 2 ઓક્ટોબર, 1966ના રોજ કરવામાં આવી હતી. 1966થી 2023 સુધીમાં કોંગ્રેસના 16 અને ભાજપના 19 મેયર બન્યા હતા. સુરતમાં મેયરની ટર્મ સામાન્ય રીતે 2.5 વર્ષ હોય છે. ભાજપના કદાવર નેતા કાશીરામ રાણા અને ફકીરભાઇ ચૌહાણ પણ સામેલ છે. એકવાર અન્ય પાર્ટીના પ્રતિનિધિ પણ મેયર બની ચૂક્યા છે.

મેયરનું નામ - પક્ષ કોંગ્રેસ 
જી.આર. ચોખાવાળા 1966 
કેપ્ટન એમ.એ.ગોલનડ્ઝ 1967 
વૈકુંઠ બી.મિસ્ત્રી 1969 
અબ્દુલ કદીર મુસામીર 1971 
વૈકુંઠ શાસ્ત્રી 1971 
નાનાલાલ.એમ.ગજ્જર 1972 
રામલાલ.બી.જરીવાળા 1973 
નવીનચંદ્ર કે. ભારતીય 1975 
મદનલાલ. બી. બૂંકી 1981 
ચીમનલાલ.વી.પટેલ 1981 
નગીનદાસ.એન. બારડોલીવાલા 1982 
સ્વરૂપચંદ.એસ. જરીવાળા 1983 

ભાજપ કાશીરામ રાણા 30 જુલાઈ, 1983 
ભાજપ નગીનદાસ.એન. બારડોલી વાલા 1983 
કોંગ્રેસ કાશીરામ રાણા 1984 
ભાજપ નગીનદાસ.એન. બારડોલીવાલા 1985 
કોંગ્રેસ ડૉ. જિયોર્જ. ડી.સોલંકી 1987 
કોંગ્રેસ કાશીરામ રાણા 1988 
ભાજપ કદીર પીરઝાદા 1989 
કોંગ્રેસ પ્રતાપ સિંહ કાંથારિયા 1989 
કોંગ્રેસ અજિત.એચ.દેસાઈ 1990 
કોંગ્રેસ ફકીર ચૌહાણ 1995 
ભાજપ ગીતા દેસાઈ 1996 
ભાજપ નવનીત લાલ જરીવાળા 
ભાજપ સવિતાબેન વી. શારદા 1998 
ભાજપ ભીખા ભાઈ પટેલ 1999 
ભાજપ અજય ચોકસી 2000 
ભાજપ સ્નેહલતા ચૌહાણ 2003 
ભાજપ ડૉ. કનુ માવાણી 2005 
ભાજપ રણજીત ગિલિટ વાળા 2008 
ભાજપ રાજેન્દ્ર દેસાઈ 2010 
ભાજપ નિરંજન ઝાંઝમેરા 2013 
ભાજપ અસ્મિતા સિરોયા 2015 
ભાજપ ડૉ. જગદીશ પટેલ 2018 
ભાજપ હેમાલી બોઘાવાલા 2021 
ભાજપ દક્ષેશ માવાણી 2023 ભાજપ

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch