Sat,20 April 2024,6:28 pm
Print
header

દુનિયાભરના વિરોધનો સામનો કરી રહેલી નૂપુર શર્માના સમર્થનમાં આવ્યાં હિન્દુ સંગઠનો- Gujarat Post

વડોદરાના ગોરવા વિસ્તારમાં હિન્દુ સંગઠનોએ નૂપુર શર્માના સમર્થનમાં દેખાવો કર્યાં

દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે

વડોદરાઃ મોહમ્મદ પયગંબર સાહેબ વિશે આપેલા વિવાદિત નિવેદન બાદ ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનો દેશથી લઈને વિદેશમાં વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ વચ્ચે વડોદરામાં નૂપુર શર્માના સમર્થનમાં હિન્દુ સંગઠનો આવ્યાં છે.ગોરવા વિસ્તારમાં હિન્દુ સંગઠનોએ નૂપુર શર્માના સમર્થનમાં દેખાવો કર્યાં છે. નૂપુર શર્મા હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવ્યાં હતા. ભગવા ઝંડા લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા.

ટીવી શોમાં ડિબેટ દરમિયાન ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈને મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઘણી જગ્યાએ વિરોધ હિંસામાં તબદિલ થયો છે. નૂપુર શર્મા સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.બીજી તરફ સુરતમાં હિન્દુ સંગઠનો અને બહ્મ સમાજ દ્વારા નૂપુર શર્માને સમર્થન મળી રહ્યું છે. પરશુરામ ગાર્ડન ખાતે બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડીલો તેમજ અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહીને નૂપુર શર્માને સમર્થન અપાઈ રહ્યું છે.

સસ્પેન્ડેડ ભાજપ નેતા નૂપુર શર્મા અને સસ્પેન્ડેડ નેતા નવિન જિંદાલ દ્વારા કરવામાં આવેલી ભડકાઉ ટિપ્પણી વિરુદ્ધ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં છે. દિલ્હીની જામા મસ્જિદની બહાર મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ, યુપીના પ્રયાગરાજમાં સ્થિતિ બેકાબૂ  થઇ હતી. ઝારખંડના રાંચીમાં હિંસા થઇ અને વાહનોને આગ લગાવવામાં આવી હતી. કોલકત્તા, હૈદરાબાદ, મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ અને બિહારમાં વિરોધ પ્રદર્શન થયા છે. ઝારખંડમાં પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જમ્મુમાં કેટલાય વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch