Thu,25 April 2024,5:37 am
Print
header

અદાણીએ કહ્યું આ ભારતનું અપમાન, હિંડનબર્ગે કહ્યું છેતરપિંડી એ છેતરપિંડી છે, ભલે તે વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે- Gujarat Post

અમદાવાદઃ અદાણી ગ્રૂપને લઈને હિંડનબર્ગના અહેવાલ બાદ શેરબજાર સતત તૂટી રહ્યું છે. નેગેટિવ રિપોર્ટની અસરને કારણે અદાણી ગ્રુપના શેર 25 ટકા તૂટ્યાં છે. આ રિપોર્ટ બાદ અદાણીએ 413 પેજમાં પોતાનો જવાબ આપ્યો હતો. જેમાં અદાણીએ આ ભારતનું અપમાન ગણાવ્યું છે. સામે હિંડનબર્ગે કહ્યું કે અદાણી જૂથ દ્વારા આપવામાં આવેલા જવાબો સ્પષ્ટ નથી.પ્રશ્નો ટાળવાનો પ્રયાસ કર્યો છે. હિંડનબર્ગે કહ્યું કે રાષ્ટ્રવાદની આડમાં છેતરપિંડી ટાળી શકાય નહીં. અદાણી ગ્રૂપે તેના જવાબમાં કહ્યું છે કે આ ભારત દેશ, તેની સંસ્થાઓ અને તેની વિકાસ ગાથા પર ઇરાદાપૂર્વકનો હુમલો છે.હિંડનબર્ગે 106 પાનાનો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે, જેમાં અદાણી જૂથમાં ઘણી ગંભીર ગેરરીતિઓ અને છેતરપિંડીનો દાવો કરવામાં આવ્યો છે.

હિંડનબર્ગે અદાણી જૂથના એ આરોપને ફગાવી દીધા છે કે જેમાં અદાણીએ કહ્યું છે કે તમે આ ભારત પર હુમલો કર્યો છે. હિડંનબર્ગે કહ્યું છે કે છેતરપિંડી એ છેતરપિંડી છે.

હિંડનબર્ગે એમ પણ કહ્યું, અમે એ પણ માનીએ છીએ કે છેતરપિંડી એ છેતરપિંડી છે, ભલે તે વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંથી એક દ્વારા કરવામાં આવે. અદાણીની કંપનીઓમાં અનેક ગોટાળા છે. જેની તપાસ થવી જરૂરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch