Tue,08 October 2024,9:10 am
Print
header

વિશ્વ સ્તબ્ધ થઇ ગયું...લેબનોન પર ઇઝરાયેલના હુમલામાં 490 લોકોનાં મોતથી હાહાકાર, ઈઝરાયેલે ઈમરજન્સી જાહેર કરી

મૃતકોમાં 35 બાળકોનો સમાવશે, દુનિયા આ હુમલાથી હચમચી ઉઠી

જેરુસલેમ: લેબનોનમાં 490 લોકોનાં મોત થઇ ગયા છે. ઇઝરાયેલના આ હુમલાથી હિઝબુલ્લાહ ચોંકી ઉઠ્યું છે. ઈઝરાયેલના હુમલાના થોડા સમય બાદ હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર રોકેટ છોડ્યાં હતા. ઈઝરાયેલના આકાશમાં એક સાથે સેંકડો રોકેટોને જોઈને ઈમરજન્સી હવાઈ એટેકના સાયરન વાગવા લાગ્યા હતા. લોકો પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત જગ્યાઓ તરફ ભાગી રહ્યાં હતા. જો કે, ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે તે તેના આયર્ન ડોમથી હિઝબુલ્લાહના મોટાભાગના રોકેટ હુમલાઓને નિષ્ફળ બનાવી રહી છે.

હિઝબુલ્લાહના ઝડપી અને શક્તિશાળી વળતા હુમલાને જોતા ઇઝરાયલે દેશમાં કટોકટી જાહેર કરવી પડી હતી. આ ઈમરજન્સી 30 સપ્ટેમ્બર સુધી લાગુ કરવામાં આવી છે. હિઝબુલ્લાહના વળતા હુમલાના કારણે ઈઝરાયેલના આકાશમાં દિવાળી જેવો દ્રશ્યો જોવા મળ્યાં હતા. ઈઝરાયેલની સેનાએ હિઝબુલ્લાહના વળતા હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તે આયર્ન ડોમમાંથી હિઝબુલ્લાહના રોકેટનો નાશ કરતા જોવા મળી રહ્યાં છે.

ઈઝરાયેલે ઈશ્વરનો આભાર માન્યો

ઇઝરાયલે હિઝબુલ્લાહના હુમલાને નિષ્ફળ બનાવવા માટે ભગવાન અને આયર્ન ડોમનો પણ આભાર માન્યો છે. હિઝબુલ્લાએ ઉત્તરી ઈઝરાયેલ પર આ હુમલો કર્યો છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે અમે આ હુમલાની વિરુદ્ધ છીએ. અમે તેની ધરતી પરથી હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા દરેક રોકેટ હુમલા માટે લેબનીઝ સરકારને જવાબદાર માનીએ છીએ. અમે ઇઝરાયેલી લોકોની સુરક્ષા માટે ક્યારેય માફી નહીં માંગીએ. સોમવારે સાંજે ઈઝરાયેલે ફાઈટર પ્લેન વડે લેબનોન પર મોટો હવાઈ હુમલો કર્યો હતો, જેમાં 490 લોકો માર્યાં ગયા હતા અને 700 થી વધુ ઘાયલ થયા હતા.આ પછી મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. અમેરિકાએ મધ્ય પૂર્વમાં સૈનિકો તૈનાત કરવાની જાહેરાત કરવી પડી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch