Wed,16 July 2025,8:20 pm
Print
header

કેદારનાથ નજીક હેલિકોપ્ટ ક્રેશઃ એક ગુજરાતી સહિત 7 યાત્રિકોનાં મોત - Gujarat Post

  • Published By mayur patel
  • 2025-06-15 11:41:01
  • /

ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવી

હેલિકોપ્ટરમાં સવાર મુસાફરો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના હતા

કેદારનાથઃ આજે સવારે કેદારનાથ નજીક ગૌરીકુંડ ખાતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં પાયલોટ સહિત તમામ 7 મુસાફરોના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં એક 2 વર્ષનું બાળક પણ સામેલ છે. આ હેલિકોપ્ટર કેદારનાથ મંદિરથી ગૌરીકુંડથી યાત્રાળુઓને લઈ જઇ રહ્યું હતુ, પ્રાથમિક વિગતો મુજબ ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઈ હતી. આ હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું છે.

ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ અનુસાર, હેલિકોપ્ટરમાં સવાર મુસાફરો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના હતા. ગૌરીકુંડથી NDRF અને SDRF બચાવ ટીમો એ પહોંચીને રેસક્યૂ કામગીરી શરૂ કરી હતી.

આ અકસ્માત અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું- રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળ્યાં છે. SDRF, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હું તમામ મુસાફરોની સલામતી માટે કામના કરું છું.

થોડા દિવસ પહેલા ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક હેલિકોપ્ટરને ટેકનિકલ ખામીને કારણે રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.  હેલિકોપ્ટર કાર પર પડતાની સાથે જ તેનો પાછળનો ભાગ તૂટી ગયો હતો. કારને પણ સંપૂર્ણપણે નુકસાન થયું હતું.

https://x.com/ANI/status/1934103178028478905

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch