Fri,19 April 2024,6:44 pm
Print
header

એલર્ટ... આગામી ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી દીધી છે સૌરાષ્ટ્રમાં પડી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે રાજ્યમાં 15 સ્ટેટ હાઈવે સહિત 136 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે.

છેલ્લા બે દિવસથી મેઘમહેર થઈ રહી છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 64.44 ટકા વરસાદ થયો છે. ઝોન પ્રમાણેની સ્થિતિ જોઈએ તો કચ્છમાં 66.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.45 ટકા, મધ્ય ગુજરાતમાં 55.92 ટકા અને સૌરાષ્ટ્રમાં 68.74 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 64.44 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદ થવાથી નવા નીરની આવક થઈ છે. જેનાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ખેડૂતોનો ઉભો પાક વરસાદને કારણે બચી ગયો છે.

બે દિવસ ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને એલર્ટ કરી દેવાઇ છે. IMDના અધિકારીએ જણાવ્યું કે ત્રણ દિવસની હવામાન વિભાની આગાહી છે. સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના છે, જેથી બચાવકાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહેલા સૂચના આપવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch