Sat,20 April 2024,2:04 pm
Print
header

અમરેલીઃ સાવરકુંડલાના આંબરડીમાં ધોધમાર વરસાદ, વાહનો અને પશુઓ તણાયા

અમરેલીઃ જિલ્લામાં મન મૂકીને વરસાદ વરસ્યો છે.  સાવરકુંડલા, રાજુલા, લાઠી, ખાંભા, ચલાલામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના આંબરડીમાં ધોધમાર વરસાદ વરસાદ ગામની બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ધસમસતા પાણીના પ્રવાહમાં 1 મિની ટ્રેક્ટર, 4 બાઈક અને પશુઓ પણ તણાતા દેખાયા હતા.

ગામના મુખ્ય બજારમાં આવેલી બેંકમાં પાણી ઘૂસી ગયા હતા. અમરેલીમાં સતત એક સપ્તાહથી સતત વરસાદને કારણે નદી-નાળાઓ છલકાઈ રહ્યાં છે ત્યારે ચરખડીયા ગામે આવેલી ખારી નદીમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત પૂર આવ્યું છે. ચરખડિયાની ખારી નદીમાં પૂર આવતા લોકો નદી કિનારે પહોંચ્યા હતાં સતત એક સપ્તાહ સુધી વરસાદને કારણે ધારીના ચલાલાની ડીંડક્યો નદીમાં પૂર આવ્યું છે. ધોધમાર વરસાદ વરસતા ડીંડક્યો નદી બે કાંઠે વહેતી થઈ છે સતત વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા સાવરકુંડલાનો શેલ દેદુમલ ડેમ થયો ઓવરફ્લો થયો છે ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યાં અને નીચાણવાળા વિસ્તારને સાવચેત કરાયા છે રાજ્યમાં વલસાડમાં બુધવારેથી ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે દક્ષિણ ઓરિસ્સામાં સક્રિય થયેલી વરસાદની સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. જેમાં ભરૂચ, ડાંગ, સુરત, તાપી, આણંદ,રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, પોરબંદર અને અમરેલીમાં વરસાદની આગાહી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch