Thu,25 April 2024,7:08 am
Print
header

લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યા પડી શકે છે વરસાદ ?

ગાંધીનગર: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદ(Rain)ની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.  લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર (Saurashtra)અને કચ્છ(Kutch)માં છૂટા  છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થતા ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.

આ દરમિયાન સાવરકુંડલા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. પીપરડી, ઘોબા, મોટાભમોદ્રા ગામે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.જોકે વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળી અને તલનો પાક નિષ્ફળ ગયા બાદ હવે ખેડૂતોને કપાસનો પાક પણ પાણીમાં જાય તેવી આશંકા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ (Heavy Rain) પડી શકે છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં વરસાદ પડશે. અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય(Gujarat Rain)માં અત્યાર સુધી સિઝનનો 134 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 272 ટકા વરસાદ નોંધાયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar