અમદાવાદઃ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી જારી કરી છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અશોક કુમાર દાસના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, મહિસાગર, વડોદરા, દાહોદ, ભરૂચ, નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમરેલી, જામનગર, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 25 જૂનના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. બનાસકાંઠા અને સાબરકાંઠા માટે 26 જૂને ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ સમય દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. ઉપરાંત, માછીમારોને 28 જૂન સુધી દરિયામાં ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર, રાજ્યમાં આ ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં સરેરાશ 21 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.33 ટકા વરસાદ નોંધાયો છે.
ડેમની સ્થિતિની વાત કરીએ તો સરદાર સરોવર ડેમમાં 166889 MCFt પાણી એકત્ર થયું છે. રાજ્યના 206 ડેમમાંથી 11 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે, 27 ડેમ 70 ટકાથી વધુ ભરાઈ ગયા છે. હાલમાં, 15 ડેમ હાઈ એલર્ટ પર, 12 એલર્ટ પર અને 11 ડેમ વોર્નિંગ સ્ટેટસ પર છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાવનગરના પાવઠી ગામે કાર લોક થઈ જતાં ગૂંગળામણના કારણે સગા ભાઈ-બહેનના મોત | 2025-07-16 11:31:00
મહારાષ્ટ્રઃ પરભણીમાં ચાલતી બસ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી બહાર ફેંકી દીધું - Gujarat Post | 2025-07-16 10:04:03
ચેતવણી જનક કિસ્સોઃ જેતપુરમાંથી વિધર્મી યુવક યુવતીનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયો, નિકાહ કરી અત્યાચાર ગુજાર્યો - Gujarat Post | 2025-07-16 09:55:33
સુરતમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત મામલે થયો મોટો ખુલાસો, મૃતકના પિતાને પણ આપી હતી ધમકી | 2025-07-16 09:46:37
ગાઝામાં હમાસ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે, ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ફરી 93 લોકોના મોત | 2025-07-16 09:12:28
પુત્રના મોહમાં ક્રૂર બન્યો પિતા, કપડવંજમાં સાત વર્ષની જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી | 2025-07-15 14:53:52
સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટીયર ગેસના છેડ છોડ્યાં હતા, એક પશુપાલકનું મોત- Gujarat Post | 2025-07-15 09:46:59
વધુ એક દુર્ઘટના, માંગરોળના આજક ગામે બ્રિજ તૂટ્યો, 8 જેટલા લોકો નદીમાં પડ્યાં બાદ બચાવ- Gujarat Post | 2025-07-15 09:44:30