રાજકોટ: સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી સમયમાં પણ વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં બપોર સુધીમાં 11 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે, મોસમનો 45% વરસાદ વરસ્યો છે અને હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે. મેઘ સાથે મેઘાનાં મંડાણ મંડાતાં હાલ ધોરાજીમાં 7 ઇંચ અને ગોંડલમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. લોધિકામાં માત્ર 4 કલાકમાં જ 11.8 ઇંચ વરસાદ નોંધાયો છે.
ગોંડલમાં અન્ડરબ્રિજ સ્વિમિંગપૂલ બન્યા છે તો ઉમવાળા બ્રિજ અને આશાપુરા બ્રિજ કેડ સમાં પાણી ભરાયાં હતાં. સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા દ્વારા જિલ્લાની તમામ શાળા બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સારા વરસાદને કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી રહી છે.
ધોધમાર વરસાદે રાજકોટમાં પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાંખી છે. શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. પ્રિમોન્સૂનની કામગીરી કાગળ પર રહી ગઇ હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કોર્પોરેશને દાવો કર્યો હતો કે આ વર્ષે રસ્તાઓ પર પાણી ભરાશે નહીં પરંતુ ધોધમાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ગયું હતું.
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો બંધ થયો છે. જેમાં મવડી ગામની નદીમાં પુર આવતા રસ્તો બંધ થયો છે. કણકોટ ગામને જોડતો રસ્તો પણ ભારે વરસાદને પગલે બંધ થયો છે. રાજકોટમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં છે તેમજ કાળાં ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હોવાથી વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા છે અને ફરજિયાત વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે. અનેક વાહનો પણ પાણીમાં તનાઇ ગયા છે. જામનગરની સ્થિતિ પણ આવી જ છે કે જ્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45