Thu,25 April 2024,1:59 am
Print
header

અમદાવાદ, રાજકોટ શહેર અને ગોંડલમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ગોતા, સોલા, એસજી હાઇવે, વેજલપુર, જીવરાજપાર્ક, સેટેલાઇટ, પ્રહલાદનગર, મણીનગર, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થઇ ગયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ શરુ થયો છે. રાજકોટના યાજ્ઞિક રોડ, નાના મવા મેઈન રોડ, કાલાવડ રોડ, એસ્ટ્રોન ચોક, બસ સ્ટેશન, હોસ્પિટલ ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ શરૂ થતા રાજકોટ જિલ્લાના ખેડૂતોને પણ સારા પાકની આશા જાગી છે. રાજકોટ જિલ્લામાં આ સિઝનમાં માત્ર અત્યાર સુધીમાં સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે, જિલ્લામાં આ સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 19 ટકા જ વરસાદ વરસ્યો છે.  સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં આ સિઝનમાં માત્ર સાડા છ ઈંચ વરસાદ થયો છે. 

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ પડ્યો છે. ગોંડલમાં જેતપુર રોડ, જેલ ચોક, વિક્રમ સિંહજી કોમ્પલેક્સ રોડ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. ધોધમાર વરસાદને કારણે ગુંદાળા શેરીમાં પણ વરસાદી પાણી વહેતા થયા હતા.  જેતુપર રોડ પર ભારે વરસાદને લઈને ભૂવા પડ્યા છે આ ભૂવામાં પાણી ભરાવાને લીધે અકસ્માત થયા છે. કેડ સમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ વધુ સારા વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ 25 જુલાઈના રોજ ભારે વરસાદ પડી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar