જૂનાગઢઃ બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે 27 જુલાઇ સુધી રાજયમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજથી 27 જુલાઇ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી. જેમાં અનેક જગ્યાઓએ ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યમાં સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 197 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં નોધાયો છે.
જૂનાગઢ શહેર અને તાલુકામાં મેઘરાજા મનમૂકીને વરસતા ચારેકોર પાણી પાણી કરી દીધા હતા. શહેરમાં સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી મેઘમહેર બપોરે 2 વાગ્યા સુધી અવિરત રહી હતી.ચાર કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે. જૂનાગઢ શહેરની સાથે ગીરનાર પર્વત પર પણ ધોધમાર ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા તળેટીમાં આવેલા દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ હતી.
ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ
· જૂનાગઢના માણાવદરમાં પાંચ ઇંચ વરસાદ
· જૂનાગઢના વંથલીમાં સાડા ચાર ઇંચ વરસાદ
· જૂનાગઢ સીટીમાં સવા ચાર ઇંચ વરસાદ
· છોટાઉદેપુરમાં સવા છ ઇંચ વરસાદ.
· છોટાઉદેપુરના કંવાટમાં છ ઇંચ વરસાદ
· રાજકોટના લોધીકામાં સવા પાંચ ઇંચ વરસાદ
· છોટાઉદેપુર બોડેલીમાં સવા ચાર ઇંચ
· વલસાડ કપરાડામાં ચાર ઇંચ વરસાદ
· પોરબંદર કુતિયાણામાં ચાર ઇંચ વરસાદ
· જામનગર કાલાવડમાં ચાર ઇંચ વરસાદ
· દાહોદ લીમખેડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ
· રાજકોટ ધોરાજીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ
· દાહોદમાં ત્રણ ઇંચ વરસાદ
· પંચમહાલ શહેરામાં ત્રણ ઇંચ વરસાદ
· જૂનાગઢ વિસાવદરમાં ત્રણ ઇંચ વરસાદ
· દાહોદના સંજેલીમાં ત્રણ ઇંચ વરસાદ.
· અરવલ્લીના બાયડમાં ત્રણ ઇંચ વરસાદ
· છોટાઉદેપુર જેતપુર પાવીમાં ત્રણ ઇંચ વરસાદ
· પંચમહાલ જાંબુ ઘોડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ
· મહિસાગર કડાણામાં પોણા ત્રણ ઇંચ વરસાદ
· દાહોદ ફતેપુરામાં પોણા ત્રણ ઇંચ વરસાદ
· ગીર સોમનાથ વેરાવળમાં પોણા ત્રણ ઇચં વરસાદ
· પંચમહાલ ગોધરામાં અઢી ઇંચ વરસાદ
· દાહોદ દેવગઢ બારીયામાં અઢી ઇંચ વરસાદ
બે દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર 25 જુલાઇ અને 26 જુલાઇ રવિવારે અને સોમવારે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. રવિવારે ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ઉપરાંત દરિયાઇ વિસ્તાર પોરબંદર, સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ, બનાસકાંઠા, સાબકકાંઠા, પાટણ, મહેસાણામાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની શકયતા વ્યક્ત કરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29