રાજકોટઃ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ગોંડલના વાસાવડ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર 3 ઇંચ વરસાદ વરસતા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
વાસાવડ ગામ પાસેથી નદી ગાંડીતૂર બની છે. વાસાવડી નદીનાં પુલ પરથી પાણી વહી રહ્યું છે. ગોંડલમાં દોઢ કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. જામવાડી ગામમાં મકાન પર વીજળી પડી છે.જો કે કોઇ જાનહાનિ થઇ નથી.
ગોંડલ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી રસ્તાઓ પાણી પાણી થયા છે. ગોંડલ, કોટડાસાંગાણી, આટકોટ, જસદણ સહિતના પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગોંડલના દેરડીકુંભાજી, મેતા ખંભાળિયા, કેશવાળા, મોવિયા, શ્રીનાથગઢ, વાસાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45