Thu,25 April 2024,9:29 am
Print
header

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર, NDRFની એક ટીમ સ્ટેન્ડ બાય- Gujarat Post

થરાદના ભાપી, દોલતપુરા સહિત 25 ગામોને જોડતો રોડ પાણીમાં ગરકાવ

NDRFની એક ટીમ પાલનપુરમાં તૈનાત કરાઇ

બનાસકાંઠાઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. થરાદમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લાખણીમાં સાડા ત્રણ ઈંચ, પાલનપુરમાં અઢી ઈંચ, વાવમાં અઢી ઈંચ અને વડગામમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહીને પગલે NDRFની એક ટીમ પાલનપુરમાં તૈનાત કરાઈ છે.  

બનાસકાંઠામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. સૂઈગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નડાબેટ બોર્ડર પાસે રણ વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં જુઓ ત્યા માત્ર પાણીની જ પાણી જોવા મળી રહ્યું છે.  

સરહદીય વાવ,થરાદ અને સુઇગામમાં વરસાદી માહોલ જામ્યો છે.  થરાદમાં છ ઇંચ વરસાદ ખાબકતા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રોડ-રસ્તા અને થરાદ સચોર હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. બીજી તરફ ખેતરોમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યાં છે. થરાદ સાચોર હાઇવે પર કામ ચાલુ હોવાના કારણે ખાડા પડવાથી પાણી ભરાયા હોવાની સમસ્યા છે. થરાદના ભાપી, દોલતપુરા સહિત 25 ગામોનો જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે. રોડ ઉપર ઘૂંટણ સમાં પાણી ભરાયા છે. જેથી વાહન વ્યવહાર ખોરવાયો છે. થરાદ એપીએમસી માર્કેટયાર્ડ પાછળના ભાગે વરસાદી પાણી ભરાતા રોડ ઉપર પાણી ભરાયા છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch