Sat,17 October 2026,5:42 am
Print
header

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, જાણો ક્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ?

  • Published By PANNA PATEL
  • 2026-09-13 17:27:42
  • /

અમદાવાદ: લાંબા વિરામ બાદ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઇ છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંન્ને ઝોનના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આશ્રમ રોડ, ઉસ્માનપુરા, એસજી હાઈવે, બોડકદેવ, ગોતામાં વીજળીના ચમકારા અને કડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો, અનેક જગ્યાઓમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

શહેરના ખાડિયા ચાર રસ્તા પાસે વરસાદ વચ્ચે એક મકાન ધરાશાયી થતા તેમાં 4 લોકો દટાયા હતા. ફાયર વિભાગે બચાવ કામગીરી હાથધરી છે. 

છેલ્લા કેટલાક દિવસ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં રાહત જોવા મળી રહી છે. દરમિયાન હવામાન વિભાગે ગુજરાતમાં 19 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવ થતા 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચ, સુરત,  નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા છે. 

આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂકાવાનું અનુમાન છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે, 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch