ગાંધીનગરઃ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યના અન્ય ભાગોમાં હાલ સામાન્ય છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. 30 જૂન સુધીમાં રાજ્યભરમાં ચોમાસુ સક્રિય થઈ શકે છે તેવુ ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિક વિજીન લાલે જણાવ્યું છે.
દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે. મુંબઈના દરિયામાં સાંજે હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે દક્ષિણી ગુજરાતના કાંઠે ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બન્યું છે જેને પગલે કોંકણ, ગોવા, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલંગણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં 11-13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે આગામી પાંચ દિવસ દરિયો તોફાની બનવાની શક્યતા છે હવાની ગતિ 60 કિમી સુધી પહોંચશે સાઉથ વેસ્ટ ડિરેક્શનમાંથી પવનની ગતિ ભારે બની રહેશે. તેમજ દરિયામાંથી ઊંચા મોજા પણ ઉછળશે. બીજી તરફ ભાવનગર શહેરમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ભાવનગરમાં પ્રથમ વરસાદ થયો છે શહેરના કાળીયાબીડ સહિતના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થતાં લોકો ખુશ ખુશાલ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45