Fri,19 April 2024,7:01 am
Print
header

રાજ્યના આ શહેરોમાં 5 દિવસ સુધી મેઘરાજા થશે મહેરબાન, અમદાવાદીઓએ જોવી પડશે રાહ- Gujarat Post

(file photo)

અમદાવાદ, ગાંધીનગર, વડોદરાના લોકોએ સારા વરસાદ માટે જોવી પડશે રાહ 

રાજ્યમાં 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની સલાહ

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરના નાગરિકોએ હજુ પણ પરસેવે રેબઝેબ રહેવું પડશે.હવામાન વિભાગની આગાહી મુજબ આ શહેરોમાં સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસું જામી ગયું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, ડાંગ, નવસારી અને તાપીમાં વરસાદની આગાહી છે. દાદરા નગર હવેલીમાં સાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાં વરસાદની આગાહી કરાઇ છે. ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. ગઇકાલે પણ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch