નવી દિલ્હી: કોરોના વાયરસના નવા કેસaમાં ઘટાડો થવાની વચ્ચે દેશમાં કેરળ રાજ્યએ ચિંતામાં વધારો કર્યો છે. આજે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના કેસોમાંથી 58.4 ટકા કેસ કેરળમાંથી જ સામે આવ્યાં છે. મંત્રાલયે કહ્યું કે કેરળ એકમાત્ર રાજ્ય છે જ્યાં કોવિડ 19ના સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા એક લાખથી વધારે છે, જ્યારે ચાર રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 10 હજારથી 1 લાખ સુધી છે, કેરળમાં નવા 31 હજારથી વધુ કેસ આવ્યાં છે. કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું, ‘‘ દેશમાં કોવિડ-19 ની બીજી લહેર હજુ પણ યથાવત છે. બીજી લહેર હજુ સમાપ્ત નથી થઈ અને એટલે જ આપણે તમામ પ્રકારની તકેદારી રાખવી જરુર છે, ખાસ કરીને આવનારા તહેવારો બાદ સંક્રમણના કેસમાં વધારોન થાય તેને જોતા.’’ તેમણે કહ્યું ‘‘ સપ્ટેમ્બર અને ઓક્ટોબરના મહિનો આપણા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આપણે નવા તહેવારની ઉજવણી કરવા જઈ રહ્યાં છીએ. એટલે કોરોના ગાઈડલાઈનનું પાલન કરી તહેવારોની ઉજવણી કરવી જોઈએ.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ગત 24 કલાકમાં દેશમાં વેક્સીનના અનેક ડોઝ આપવામાં આંવ્યા. અત્યાર સુધી 46.69 કરોડ લોકોને દેશભરમાં કોવિડ વેક્સીનનો પ્રથમ ડોઝ આપ્યો છે તેમાંથી 13.70 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ જાણકારી આપીને આ કાર્યક્રમ ઝડપી કરવામાં આવી, દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગરૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને કોરોના સામે જંગ ઝડપી બનાવી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29