Fri,19 April 2024,8:02 pm
Print
header

નશાનું નેટવર્ક, કચ્છ સરહદેથી BSFને વધુ 10 ચરસના પેકેટ મળ્યાં- Gujarat post

પેકેટ પર 'કોબ્રા બ્રાન્ડ કોહિનૂર બાસમતી ચોખા' લખેલું હતું

અવારનવાર ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત 

કચ્છઃ ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત જખૌના વરાયા બેટ પાસેથી ચરસના પેકેટ મળી આવ્યાં છે.  BSFની ટીમ પેટ્રોલીંગમાં હતી, દરમિયાન જખૌના વરાયા બેટ પાસેથી ચરસના 10  પેકેટ મળી આવ્યાં છે. આ પેકેટ પર 'કોબ્રા બ્રાન્ડ કોહિનૂર બાસમતી ચોખા' લખેલું છે. વરયા બેટ પાસે શંકાસ્પદ પેકેટ નજરે પડ્યા હતા. જે બાદ BSFના જવાનોએ તપાસ હાથ ધરતા બિનવારસી હાલતમાં ચરસના 10 પેકેટ મળી આવ્યાં છે.

આ પહેલા અબડાસાના સિંધોડી નજીક જખૌ મરીન પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પણ ચરસના પેકેટ મળી આવ્યાં હતા. મરીન પોલીસે ચરસ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.છેલ્લા ઘણા સમયથી અવારનવાર ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત છે,  ગુજરાતના દરિયાકાંઠા પર ચુસ્ત બંદોબસ્ત હોવા છંતા માફિયાઓ ડ્રગ્સ લાવી રહ્યાં છે.

ગત 24મેના રોજ અબડાસામાંથી ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું. દરિયાકાંઠેથી ડ્રગ્સનુ પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ તંત્ર સાબદું બન્યું છે.પશ્ચિમ ક્ચ્છ SOG સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, દરમિયાન બે શખ્સો શંકાસ્પદ હાલતમાં નજરે પડ્યા હતા. પોલીસે બંનેની અટકાયત કરી હતી. ત્યારબાદ તલાશી લેતા તેના કબ્જામાંથી ડ્રગ્સનુ પેકેટ ઝડપાયુ હતું. છેલ્લા થોડા જ સમયમાં ગુજરાતમાંથી હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch