Haryana Crime News: હરિયાણાના સિરસાના ડબવાલીના રામપુરા બિશ્નોઈયા ગામમાં એક વ્યક્તિએ પોતાની પત્નીને માથા અને ગળા પર ઘા મારીને હત્યા કરી નાખી. હત્યા કર્યાં બાદ આરોપી સીધો ડબવાલી સદર પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને સરેન્ડર કર્યું. તેની સાથે લોહીથી લથપથ પત્નીને જોઈને પોલીસ કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આરોપીએ પોલીસને જણાવ્યું કે તે તેની પત્નીની હત્યા કર્યા બાદ આવ્યો હતો. હાલ ડબવાલી સદર પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધા બાદ મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. રામપુરા બિશ્નોઈયા ગામનો રહેવાસી રણજીત ઉર્ફે બબલુએ લોન પર વાહન લીધું હતું. તે હપ્તા પૂરા કરી શકતો ન હતો અને આ બાબતે તેની અને તેની પત્ની મમતા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગત રાત્રે પણ આ જ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો.
ઉશ્કેરાયેલા રણજીત ઉર્ફે બબલીએ ઘરમાં પડેલી કોશ વડે પત્નીને માથામાં મારવાનું શરૂ કર્યું હતું. તેણે તેની પત્નીના ગળા પર પણ કોશથી હુમલો કર્યો હતો. જેના કારણે તેની પત્નીનું મોત નીપજ્યું હતું. આ પછી બબલુ હાથમાં કોશ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સરેન્ડર કર્યું.
આરોપી રણજીત વ્યવસાયે ડ્રાઈવર છે. રણજીતે પોતાનું ઘર ચલાવવા માટે લોન પર વાહન ખરીદ્યું હતું. વાહનના હપ્તા વધુ હોવાથી ઘરનું ગુજરાન ચલાવવા અને વાહનના હપ્તા ભરવામાં ભારે મુશ્કેલી પડતી હતી. આ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ગત રાત્રે પણ બંને વચ્ચે વાહનના હપ્તા બાબતે ઝઘડો થયો હતો. જેના કારણે આ ઘટના બની હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું | 2026-04-17 19:20:19
48 દિવસ પછી હોર્મુઝ ખુલ્યું: કોમર્શિયલ જહાજોની અવરજવર માટે છૂટ, ઈરાને કરી જાહેરાત | 2026-04-17 19:08:13
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
ACB ટ્રેપઃ અમદાવાદમાં બે પોલીસ કર્મચારીઓ વતી લાંચ લેનારો પ્રજાજન 3 હજાર રૂપિયા લેતા ઝડપાયો | 2026-04-17 17:32:12
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર | 2026-04-17 17:29:02
સંસદમાં ચર્ચા વચ્ચે મધ્યરાત્રિએ મહિલા અનામત કાયદો 2023 અમલમાં આવ્યો, જેના માટે એક સૂચના જારી કરવામાં આવી | 2026-04-17 08:41:31
મહિલાઓ હવે પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચવા આતુર, વિરોધ કરનારાઓએ ભોગવવી પડશે કિંમત: PM મોદી | 2026-04-16 17:05:18
છત્તીસગઢઃ વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા 10 મજૂરોનાં મોત | 2026-04-14 18:06:24
સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી હશે, NDA ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો સર્વાનુમતે નિર્ણય | 2026-04-14 18:01:32