Fri,26 April 2024,12:50 am
Print
header

પથ્થરબાજોને મેથીપાક, હર્ષ સંઘવીએ કહ્યું આ લોકોને હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે- Gujarat Post

ગાંધીનગરઃ નવરાત્રીમાં ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં ગરબા રમતી વખતે એક સમૂદાયના ટોળાએ પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતુ. આરોપીઓને પોલીસે જાહેરમાં માર મારીને સીધા કરી નાખ્યાં છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે આજકાલ માનવ અધિકાર વાળા બહુ નીકળી ગયા છે. પથ્થર મારનારાઓ માટે જ કેમ માનવ અધિકારની વાતો થાય છે ? શું માનવતા ફકત પથ્થર મારવાવાળા પર જ હોય ? બધાએ ગરબા કર્યાં પરંતુ કોઈને તકલીફ નથી પડી,પરંતુ કેટલીક જગ્યાએ વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ થયો છે.  શું આપણે આપણા ગામ અને ચોકમાં ગરબા પણ ન રમી શકીએ ? પથ્થર મારવાવાળાઓનો કોઈ ધર્મ ન હોય. આવા લોકો માટે માનવ અધિકાર કેવો હોય ? હવે આવા લોકોને જવાબ આપવાનો સમય આવી ગયો છે.'

નવરાત્રીમાં ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં રાત્રે ગરબા રમતી વખતે એક સમૂદાયના ટોળાએ ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 6 લોકો ઘાયલ થયા હતા. ગામમાં ભારે તંગદિલી સર્જાઇ હતી. આખુ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. પોલીસે 43 લોકો વિરુદ્ધ નામ જોગ ગુનો દાખલ કરીને 11 ને ઝડપી પાડ્યાં છે.

પોલીસે આરોપીઓને ગામના ચોકમાં લાવીને એક બાદ એકને થાંભલા સાથે બાંધીને જાહેરમાં સરભરા કરી હતી.પોલીસે આરોપીઓ પાસે હાથ જોડીને માફી મંગાવી હતી. લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જય એવા નારા લગાવીને પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી હતી. બીજી તરફ ભાજપ વિરોધીઓ આ ઘટનાની નીંદા કરી રહ્યાં છે તેઓ આરોપીઓની તરફેણ કરી રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch