કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં
જ્યોતિ સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષ દરમિયાન કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ કરી હતી. આવા લોકો સામે દેશમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. હરિયાણાના જાણીતા ટ્રાવેલ બ્લૉગર અને યૂટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને દેશ વિરોધી ગતિવિધિઓ તથા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથેના સંબંધના આરોપમાં ધરપકડ કરવામા આવી છે. તે ટ્રાવેલ વિથ જો નામની યૂટ્યુબ ચેનલ ચલાવે છે, પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ત્યાંની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એજન્ટ સાથે સંપર્કમાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
વર્ષ 2023માં જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. યાત્રા દરમિયાન તેની મુલાકાત પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી અહેસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે થઈ હતી અને તેમના સંબંધો ગાઢ બન્યાં હતા. દાનિશના માધ્યમથી જ્યોતિની ઓળખ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અન્ય એજન્ટ્સ સાથે કરાવી હોવાનો આરોપ છે. તેમાં અલી અહસાન અને શાકિર ઉર્ફે રાણા શહબાઝ સામેલ હતા.
જ્યોતિ આ એજન્ટ્સ સાથે વૉટ્સએપ, ટેલીગ્રામ અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મથી સંપર્કમાં હતી. તે પાકિસ્તાનની તરફેણમાં સોશિયલ મીડિયા પર પોઝિટિવ છબી બનાવતી હતી, અને સંવેદનશીલ જાણકારી પણ શેર કરતી હતી. ગુપ્તચર એજન્સીની સૂચના બાદ ધરપકડ કરવામાં આવેલા છ લોકો પૈકીની તે એક છે. જ્યોતિની દાનિશ અને તેના સહયોગી અલી અહસાનના માધ્યમથી પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. તાજેતરમાં તે ઈન્ડોનેશિયાના બાલી પણ ગઈ હતી. જ્યોતિએ ભારતની સંવેદનશીલ જાણકારી શેર કરી હતી અને દિલ્હીમાં રહેતી હતી તે સમયે પીએચસી હેન્ડલર દાનિશના સંપર્કમાં હતી.
દાનિશ જાસૂસીમાં સામેલ હોવાના કારણે 13 મે, 2025ના રોજ ભારત સરકારે તેને દેશ છોડવાનો આદેશ કર્યો હતો. જ્યોતિને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની સકારાત્મક છબી રજૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પાકિસ્તાન તેનો ઉપયોગ ભારત સામે અપ્રચાર અને જાસૂસી ગતિવિધિમાં કરતું હતું. આ મામલો માત્ર જ્યોતિ પૂરતો જ મર્યાદીત ન હતો. પરંતુ એક મોટા નેટવર્કનો પણ પર્દાફાશ થયો હતો. જેમાં પંજાબ અને હરિયાણાના અનેક લોકો સામેલ છે. આ તમામ આરોપીઓ પાકિસ્તાની એજન્ટ્સ સાથે સંપર્કમાં હતા અને તેમને નાણાં પણ ચૂકવવામાં આવ્યાંમાં હોવાના આરોપ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી: તિલક વર્મા કેપ્ટન | 2026-05-14 16:47:14
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16