પાટીદાર યુવાનો પરના પોલીસ કેસ ક્યારે પાછા ખેંચાશે ?
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાટીદાર નેતા અને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે એક પત્ર લખ્યો છે. ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રીને પાટીદાર સમાજવતી આ પત્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે લખ્યો છે. આ પત્ર દ્વારા આંદોલન સમયે પાટીદાર યુવકો પર થયેલા કેસ પાછા ખેંચવા માંગ કરવામાં આવી છે.
પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર યુવાનો પર અનેક કેસ નોંધાયા હતા. પત્રમાં આનંદીબેન પટેલનો પણ ઉલ્લેખ કરીને કેસની તે સમયથી સ્થિતિ વર્ણવામાં આવી છે. આ સિવાય તેઓએ જણાવ્યું કે કરણીસેનાના આગેવાનો પર થયેલા કેસ પરત ખેંચાયા છે તો પાટીદાર યુવાનો સામેના કેસ કેમ પાછા નથી ખેંચાયા.
હાર્દિકે પત્રમાં લખ્યું કે આજે એક પાટીદાર સમાજના દીકરા તરીકે આપને માંગણી કરું છે કે અનામત આંદોલનમાં મારા સમેત અનેક નિર્દોષ પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની કાર્યવાહી જેમ બને તેમ ઝડપથી કરીને રાજધર્મ નિભાવવામાં આવે. આંદોલનમાં રહેલા દરેક નેતાઓ પર ખોટા ખટલા ચાલી રહ્યાં છે. આંદોલન દરમિયાન 400થી વધુ ખોટા ગુનાઓ નોંધવામાં આવ્યાં છે. આ તમામ કેસ પરત ખેંચવાનું અગાઉની સરકારોએ વચન આપ્યું હતું. પરંતુ હજુ તે પૂરું થયું નથી.તમે આ અંગે જરૂરી અગ્રતા આપીને પાટીદારો ઉપરના ગુનાઓ દાખલ કરેલા છે, તે પરત ખેંચવામાં આવે તેવી સમાજ તરફથી નિર્દોષ ભાવે અપીલ કરું છું.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23