Tue,23 April 2024,6:38 pm
Print
header

ગુજરાત સરકાર કોરોનાની ત્રીજી લહેર માટે ગંભીર નથી: હાર્દિક પટેલ

અમદાવાદઃ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.  હાર્દિક પટેલે પત્રમાં કહ્યું કે, પંજાબની જેમ ગુજરાતમાં પણ વેક્સિનેશનને પ્રોત્સાહન આપવામાં આવે, સાથે જ તેને પત્રમાં કહ્યું કે ગુજરાત સરકાર ત્રીજી લહેર માટે ગંભીર હોય તેવુ લાગતું નથી.

પંજાબ સરકારે 100 ટકા વેક્સિનેશન કરનારા ગામડાઓને 10 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે તેથી પંજાબની જેમ ગુજરાત સરકાર પણ 100 ટકા વેક્સિનેશન કરનાર ગામને 5 લાખની વધારાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરે. આવી જાહેરાતથી કોરોના સામેની લડાઇ મજબૂત બનવાનો પત્રમાં હાર્દિકનો દાવો કર્યો છે. સાથે જ સરકાર સંભવિત કોરોનાની ત્રીજી વેવ માટે ગંભીર ન હોવાનો અને કોરાના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન અક્સીર હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ભાજપ સરકાર છેલ્લા એક મહિનાથી વેક્સિન આપવાની કાર્યવાહી કરી રહી છે, પરંતુ તેમાં ધાર્યું પરિણામ નથી મળી રહ્યું તે સરકાર પણ સમજે છે પરંતુ સ્વીકારતા નથી.

હાર્દિકે પત્રમાં લખ્યું છે કે પંજાબ સરકારના તર્જ પર ગુજરાત સરકારે પણ ગામડાઓમાં 100 ટકા  વેક્સીનેશનનું કામ થાય તે માટે કામ કરવું જોઈએ. હું ગુજરાત સરકારને સલાહ નથી આપતો, પરંતુ જો સરકાર જાહેરાત કરે કે જે ગામમાં 100 ટકા વેકસિનેશનની પ્રકિયા થશે તે ગામને વિકાસ માટે 5 લાખ રૂપિયાની વધુ ગ્રાન્ટ આપવામાં આવશે. આ જાહેરાતથી કોરોના સામે લડાઈ મજબૂત બનશે અને ગામડાઓમાં વિકાસના કામો પણ થશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch