હાર્દિકે એક બાદ એક સનસનીખેજ આક્ષેપો કરતાં કોંગ્રેસ પણ હરકતમાં
જીગ્નેશ મેવાણીને આપ્યો જવાબ
અમદાવાદઃ હાર્દિક પટેલે તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યાં બાદ કોંગ્રેસ સામે બાંયો ચડાવી છે. કોંગ્રેસ પર જાતિવાદનો અને ગુજરાત વિરોધી હોવાનો આક્ષેપ કર્યો છે. હાર્દિકે એક બાદ એક સનસનીખેજ આક્ષેપો કરતાં કોંગ્રેસ પણ હરકતમાં આવી છે, કોંગ્રેસના નેતાઓ દ્વારા જવાબો આપવામાં આવી રહ્યા છે. જગદીશ ઠાકોરે હાર્દિકની ઝાટકણી કાઢ્યાં બાદ જિગ્નેશ મેવાણીએ હાર્દિક પટેલ સામે સવાલ ઉભા કર્યાં છે. તેની સામે હાર્દિકે જવાબ આપ્યો છે.
હાર્દિક પટેલે કહ્યું જિગ્નેશ મેવાણી ગમે તે રાજકીય પાર્ટીમાં હોય પરંતુ તે મારો મિત્ર છે, અમારી વચ્ચે વૈચારિક મતભેદ હોઈ શકે છે. પરંતુ મિત્રતા હજુ છે, આસામમાં ધરપકડ વખતે કોંગ્રેસે તેને સપોર્ટ કર્યો હતો તે સારી બાબત છે. પરંતુ એક મિત્ર તરીકે હું ભગવાનને પાર્થના કરું છું કે મારી સાથે જે રીતે કોંગ્રેસમાં થયું તે મેવાણી સાથે ન થાય. યુવાનોને ખતમ કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. અલ્પેશ ઠાકોરને પણ પદ આપી હેરાન કરવામાં આવ્યો હતો.
હાર્દિકે કોંગ્રેસ પર જાતિવાદના રાજકારણ સહિતના અનેક આક્ષેપો કરીને કોંગ્રેસને રામ રામ કહી દીધું છે. કોંગ્રેસ પર લગાવેલા ગંભીર આરોપોનો વળતો જવાબ આપતા કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ મોરચો સંભાળ્યો છે. મેવાણીએ હાર્દિક પટેલ પર પ્રહાર કરતાં કહ્યું કે હાર્દિક પટેલ સંઘર્ષના સાથી હતા. દેશના યુવાનો આશાની નજરથી જોતા હતા.
મેવાણીએ રાહુલના ચિકન સેન્ડવિચ મુદ્દે કહ્યું કે આ પ્રકારની ટિકા ટિપ્પણી કરવી તે શોભનિય નથી. કોંગ્રેસના શિર્ષ નેતૃત્વએ મારી સાથે ગુજરાતના પ્રશ્નોની ચર્ચા કરી છે. હાર્દિક કહે છે કે કોંગ્રસનુ નેતૃત્વ ગુજરાતના પ્રશ્નોની વાત નથી કરતુ. હાર્દિકને જોત જોતાંમાં અદાણી-અંબાણી માટે કેમ પ્રેમ થયો તે સમજાતું નથી. જો કે હાર્દિકે પણ સામે મેવાણીને સંભળાવી દીધું છે કે આ કોંગ્રેસથી સાચવજે ભાઇ.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
વેકેશનનો સારો ઉપયોગ....શાશ્વત શાળાએ બાળકોને કરાવી શારિરીક વ્યાયામની પ્રવૃતિઓ, વાલીઓને પણ કર્યાં જાગૃત | 2024-03-26 19:59:19
અમદાવાદમાં શાહ, કહ્યું રઘુવીર અવધમાં હોળી રમી રહ્યાં છે, જે અમારા માટે આનંદની વાત છે | 2024-03-25 13:52:51
ચૂંટણી મેદાન છોડનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપના નેતાઓ સાથે ધંધાકીય સંબંધોના અનેક વખત થયા છે આક્ષેપો | 2024-03-22 12:52:10