Thu,25 April 2024,9:59 pm
Print
header

આગામી ચૂંટણીમાં હારના ડરથી નિષ્ફળ મુખ્યપ્રધાનની ખુરશી છીનવી લેવાઇઃ હાર્દિક પટેલનો કટાક્ષ

મુખ્યમંત્રીનું રાજીનામું જનતાને ગુમરાહ કરવા લઇ લેવાયું છેઃ હાર્દિક 

 

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વિજય રૂપાણીના રાજીનામા બાદ ટ્વિટ કર્યું છે. હાર્દિક પટેલે ટ્વિટ કરતા કહ્યું મુખ્યમંત્રી પદેથી વિજય રુપાણીના રાજીનામાંથી એ નક્કી થઈ ગયું છે કે ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં નિષ્ફળ રહી છે. કોરોનાની સ્થિતીમાં ઓક્સિજનની અછતથી અનેક લોકોનાં મોત, લાશોના ઢગલા, સ્મશાનની ભયકંર તસવીરોથી સમગ્ર વિશ્વમાં ગુજરાતની છબી ખરાબ થઈ ગઇ છે.

સતત વધતી મોંઘવારી, વેપારીઓની કથળી ગયેલી સ્થિતી, બેરોજગારી, બંધ થઇ રહેલા ઉદ્યોગોથી રાજ્યના લોકો મુશ્કેલીમાં છે. હાર્દિકે કહ્યું દિલ્હીના રિમોર્ટ કન્ટ્રોલથી ચાલતી ગુજરાત સરકાર આમ ક્યાં સુધી પોતાની નિષ્ફતા છુપાવતી રહેશે ? હાર્દિકે લખ્યું કે ગુજરાતમાં વર્ષ 2014 બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી બદલવાની સ્થિતિ અમારા પાટીદાર અનામત આંદોલનને કારણે આવી હતી, હવે ફરી એક વખત જનતાની નારાજગી બાદ વિજય રૂપાણીએ રાજીનામું આપવું પડ્યું છે, આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં હારના ડરથી ભાજપે જનતાને ગુમરાહ કરવાનું શરૂ કર્યું છે. જો કે આ વખતની ચૂંટણીમાં જનતા ભાજપને ઉખાડી ફેંકશે તે નક્કિ છે. આમ હવે કોંગ્રેસના નેતાઓ એક પછી એક ભાજપ પર પ્રહાર કરી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch