Fri,26 April 2024,3:17 am
Print
header

કોંગ્રસમાં રહીને સિંહની વાતો કરનારો હાર્દિક ભાજપમાં જઇને બની ગયો ખિસકોલી- Gujarat post

હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયો

સી.આર.પાટીલે કેસરિયો ખેસ અને નીતિન પટેલે કેસરી ટોપી પહેરાવીને પક્ષમાં આવકાર્યો 

ગાંધીનગરઃપાટીદાર અનામત આંદોલનથી શરૂ થયેલી હાર્દિક પટેલની સફર હવે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચી ગઇ છે. ભાજપ સામે હીંસક આંદોલન કરનાર હાર્દિક પટેલ હવે સત્તા પક્ષમાં બેસી ગયો છે. હાર્દિકનું સ્વાગત કરવા માટે ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. પાટીલે કેસરિયો ખેસ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેસરી ટોપી પહેરાવીને પક્ષમાં આવકાર્યો છે. 

ભાજપ નેતા હાર્દિક પટેલે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ ક્યારેય લોકોની ભાવના સાથે ઉભા રહ્યાં નથી. આંદોલનમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. આંદોલન બાદ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ સવર્ણોને 10 ટકા EBC આપ્યું છે. દરેકની ઈચ્છા હોય છે કે તે રાષ્ટ્રહિત માટે કામ કરે. મેં કોંગ્રેસથી દુઃખી થઈને તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. રામસેતુ બનાવતી વખતે ખિસકોલીએ જે ભૂમિકા ભજવી હતી તેમ પક્ષમાં હું નાનો કાર્યકર બનીને કામ કરીશ. ભાજપના કાર્યકરો સાથે ખભેખભો મિલાવીને કામ કરીશ. હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ રામ મંદિર બનાવવાની વાત હોય કે પછી 370 જેવા અનેક કાર્યોની પ્રશંસા કરતો હતો. હાર્દિક કોંગ્રેસમાં હતો ત્યારે તે સિંહોની વાતો કરતો હતો અને ભાજપમાં જઇને હવે ખિસકોલી બની ગયો છે.

હાર્દિક પટેલે કહ્યું, કેન્દ્રની ભાજપ સરકારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી ત્યારે મેં સમર્થન કર્યું હતું. જ્યારે મેં રાજીનામું લખ્યું ત્યારે લોકો કહેતા હતાં કે કમલમથી લખાયું છે. આ સમયે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રામ મંદિર વિશે વિવાદિત નિવેદન કર્યું હતું. આનંદીબેન પટેલ જ્યારે ભાજપમાં માંડલથી ચૂંટણી લડતા હતા ત્યારે મારા પિતા તેમની સાથે હતા. રાષ્ટ્રના હિતની વાત હોય ત્યારે રાજા નહીં સૈનિકની ભૂમિકામાં છું. જો કે શિસ્ત માટે જાણીતી ભાજપમાં હાર્દિક પટેલને કોંગ્રેસ જેવી છૂટછાટ મળવાની નથી તે નક્કિ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch