Fri,19 April 2024,3:04 pm
Print
header

સ્ટેજ પર ભાજપ નેતાઓના મોઢાં લટકી ગયા, હાર્દિકની આસપાસનો જુઓ નજારો-gujaratpost

સોશિયલ મીડિયામાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા હાર્દિક પટેલને લઈને ટિપ્પણીઓ 

હાર્દિક ભાજપમાં સામેલ થતાં યુવા નેતાઓમાં રોષ

સ્ટેજ પર બધાના મોંઢા લટકી ગયેલા જોવા મળ્યાં

ગાંધીનગરઃ હાર્દિક પટેલ આજે સત્તાવાર ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી કરી લીધી છે, તે સાથે જ ભાજપના પાયાના કાર્યકર્તાઓમાં નારાજગી છે.હાર્દિક પટેલના ભાજપ પ્રવેશથી અનેક યુવા નેતા નારાજ છે. સ્ટેજ પર પ્રદિપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટ, રૂત્વીજ પટેલ સહિતના નેતાઓના ચહેરા લટકી ગયેલા જોવા મળ્યાં હતા. 

પાટીદાર અનામત આંદોલન સમયે, ગુજરાતમાં ટોચના સ્થાને રહેલા સુરત શહેરના કાર્યકર્તાઓની અંદર સૌથી વધુ અસંતોષ જોવા મળી રહ્યો છે. શિસ્તના નામે કાર્યકર્તાઓ પાર્ટી વિરુદ્ધ કંઇ બોલી શકે તેમ નથી, સોશિયલ મીડિયામાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા હાર્દિક પટેલને લઈને ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને લઈને હાર્દિક પટેલે શરુ કરેલા આંદોલન બાદ હાર્દિકનું નામ અને કદ મોટું થઈ જતા રાજકીય પાર્ટીમાં જોડાવાની વાત કરી હતી. સૌપ્રથમ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો. કોંગ્રેસમાં તે સ્વતંત્ર રીતે કામ કરી ન શકતો હોવાને કારણે કોંગ્રેસ પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયો છે. હવે તેના પર પાટીદાર સમાજ રોષે ભરાયો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch