Sat,18 July 2026,4:41 am
Print
header

ગોંડલમાં નવું વોર શરૂ : હાર્દિકસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહને કહ્યું.. આ તો ટ્રેલર હતું, આગળ જુઓ...

  • Published By Panna patel
  • 2025-07-25 10:31:56
  • /

રાજકોટઃ ગોંડલ તાલુકાના રીબડા ગામમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર ગુરુવારના રોજ રાત્રિના 1:00 વાગ્યાની આસપાસ મોટર સાયકલ પર આવેલા બે જેટલા બુકાની ધારી શખ્સો દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંગત અદાવતમાં હાર્દિકસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા પર ફાયરિંગ કરાવ્યાનો ખુલાસો થયો છે.

હાર્દિકસિંહ જાડેજા દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર જુદી જુદી સ્ટોરી અપલોડ કરીને અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પીન્ટુ ખાટડી સહિતના સાથે થયેલી અદાવતના કારણે રાજદીપ સિંહ જાડેજાના ઘર પર નહીં પરંતુ પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હોવાની જવાબદારી લેવામાં આવી છે.રાજકોટ ખાતે પીન્ટુ ખાટડીના નિવાસ્થાન પાસે તેના માણસો દ્વારા રેકી કરવામાં આવી હોવાનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો. રાજકોટ ગ્રામ્યના લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હાર્દિક સિંહ જાડેજાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર હાર્દિકસિંહ જાડેજા અગાઉ હત્યાના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પીન્ટુ ખાટડી સહિતના લોકો સાથે થયેલી અદાવતને કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની કબૂલાત કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch