Sat,20 April 2024,4:53 am
Print
header

ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેકશનનો સ્ટોક સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં નહીં પણ ભાજપ કાર્યાલયમાં છેઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ રાજ્યમાં રેમેડેસિવિર ઈન્જેક્શનને લઈ હવે રાજકારણ શરૂ થયું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પાંચ હજાર રેમડેસિવિર ઈન્જેકશન ફ્રીમાં આપવાની જાહેરાત પછી શનિવારે વહેલી સવારથી ઉધના ભાજપ કાર્યાલયે લોકોની લાંબી લાઈનો લાગી હતી. પ્રથમ દિવસે 900 લોકોને ઇન્જેક્શન મફત આપવામાં આવ્યાં હતા. ઇન્જેક્શન વિતરણ શરૂ કર્યાંના એક જ કલાકમાં મુખ્યમંત્રી રૂપાણીએ 10 હજાર ઇન્જેક્શન કિરણ હોસ્પિટલને ફાળવી દીધા હોવાની જાહેરાત કરી હતી.

રાજ્યમાં અનેક જગ્યાએ કોરોનાની સારવારમાં અકસીર ગણાતા ઈન્જેકશનની એક તરફ રાજ્યમાં અછત છે દર્દીઓ ભટકી રહ્યાં છે ત્યારે રેમડેસિવિર ઈન્જેકશન માટે ગંભીર દર્દીના કુટુંબીજનો ફાંફા મારી રહ્યાં છે. પાટીલના ઈન્જેક્શન વિતરણ બાદ કોંગ્રેસે હલ્લાબોલ કર્યો હતો. કોંગ્રેસના વિવિધ નેતાઓ દ્વારા ભાજપને આ મુદ્દે ઘેરવામાં આવ્યું છે.

આ દરમિયાન કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પણ રેમડેસિવિર ઈન્જેક્શનને લઈ ટ્વીટ કર્યુ હતું. તેણે લખ્યું કે ગાંધી અને સરદારના ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેકશનનો સ્ટોક સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલ માં નહીં પણ ભાજપ કાર્યાલયમાં છે. સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ જનતાની હાલત ખરાબ કરી દીધી છે.આ સમયમાં ભાજપે મહામારીને અવસરમાં બદલી દીધો છે. કંઈ તો બોલો યાર,

ઈન્જેકશનના વિતરણમાં હવે રાજકીય રંગ ભળ્યો છે. રોગચાળાનું કદ મોટું છે ત્યારે ગુજરાત જેવા મોડલ રાજ્યમાં મેડિકલ સેવાઓનો પનો ટૂંકો પડી રહ્યો છે તે પણ સવાલ છે. બીજી તરફ ભાજપે ઇન્જેક્શન લોકોને આપતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ આદેશ આપ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch