Thu,25 April 2024,4:57 am
Print
header

ભાવેશ સોનાણીનો ઘટસ્ફોટ, હાર્દિકે ટિકિટ અપાવવા પૈસા પડાવ્યાં, તેના કહેવાથી મેં માંડવિયાને જૂત્તું માર્યું હતું- Gujarat Post

(file photo)

  • પાસના પૂર્વ સભ્ય ભાવેશ સોનાણીએ લગાવ્યાં ગંભીર આક્ષેપ
  • 2017 માં હાર્દિકે રૂપિયા પડાવીને ટિકિટ વેંચી હતી
  • ગારિયાધારની ટિકિટ માટે હાર્દિકે નાણા લીધા હતા
  • હાર્દિકના પિતાને સનાથલ પાસેના ફ્લેટ નજીક આપ્યાં હતા રૂ.10 લાખ

ભાવનગરઃ કોંગ્રેસ છોડ્યા બાદ હાર્દિક પટેલ પર તેના નજીકના સાથીઓ જ આરોપ લગાવી રહ્યાં છે. હવે તેના પર રૂપિયા પડાવ્યાંના આરોપ લાગ્યા છે.બીજી તરફ ભાજપના કાર્યકરો-નેતાઓ તેના વિરોધમાં છે અને તે પક્ષમાં ન આવે તેમ ઈચ્છે છે. પાટીદાર અનામત આંદોલન સમયે વલ્લભીપુરમાં હાલના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પર જૂત્તું ફેંકનાર ભાવેશ સોનાણીએ મોટો ઘટસ્ફોટ કર્યો છે.

સોનાણીના દાવા મુજબ, હાર્દિક પટેલના કહેવાથી તેણે મનસુખ માંડવીયા પર જૂત્તું ફેંક્યું હતું. હાર્દિક પટેલે ગારિયાધારની બેઠક પર કોંગ્રેસની ટિકિટ આપવા માટે 23 લાખ રૂપિયા લીધા હતા, પોતે 10 લાખ રૂપિયાની રકમ હાર્દિકના પિતાને આપી હતી. ભાવેશ સોનાણી અને હાર્દિક પટેલ અનામત આંદોલન સમયે સાથે હતા. સોનાણીએ હાર્દિક પર નિશાન સાધતા કહ્યું, હિંમત હોય તો હાર્દિક ભાવનગરમાં આવે અને 100 લોકો ભેગા કરીને બતાવે.

  • હાર્દિકના કહેવાથી જ મેં મનસુખ માંડવિયાને જૂત્તું માર્યું
  • હાર્દિક હવે માંડવિયાના હાથેથી ખેસ પહેરવા માટે તૈયાર
  • હાલમાં મારા પર બે કેસ ચાલી રહ્યાં છે, હાર્દિકે મને ગુમરાહ કર્યો હતો

2017 માં વલભીપુરમાં લોકોને મોક્ષરથની સુવિધા મળે તેના લોકાર્પણના કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન ડો.મનસુખ માંડવીયા આવ્યાં હતા, અહી તેઓ સ્ટેજ પર સંબોધન કરી રહ્યાં હતા ત્યારે તરસમીયા ગામના યુવકે જૂતું ફેંક્યું હતુ. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા પર કાર્યક્રમ દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું હતું અને ભાવેશ નામના યુવકે આ જુતું ફેકતા તેની ધરપકડ કરાઇ હતી. હવે ભાવેશ ખુલીને સામે આવ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch