Sat,20 April 2024,12:22 pm
Print
header

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોરોના પોઝિટિવ, જાણો ટ્વીટ કરીને શું કહ્યું ?

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસથી ગતિ થોડી ધીમી પડી રહી છે છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી કેસની સંખ્યા સ્થિર થઈ છે. આ બધાની વચ્ચે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાટીદાર અગ્રણી અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી ટ્વીટ કરીને આપી છે.

હાર્દિક પટેલે પોતાના ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યું કે આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ડોક્ટરની સલાહ અનુસાર ઘરે જ ઉપચાર ચાલું છે હું તમારા પ્રેમ અને પ્રાર્થનાથી ઝડપથી સાજો થઇ જઇશ.

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર  છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13847 નવા કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 172 લોકોનાં મૃત્યું થયા છે. તેની સાથે કોરોનાથી(Coronavirus) કુલ મૃત્યુઆંક 7355  પર પહોંચી ગયો છે.નોંધનિય છે કે અગાઉ ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch