Thu,25 April 2024,6:18 am
Print
header

હાર્દિક પાછો સક્રિય થતા ભાજપમાં સન્નાટો....પેટાચૂંટણીનું બ્યુંગલ ફૂંક્યુ, કહ્યું 2022માં પંજાની સરકાર બનશે

અમદાવાદ: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂંક બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલ હવે ફોર્મમાં આવી ગયા છે.ઘણા સમય પછી હવે આત્મવિશ્વાસથી તરબતર હાર્દિકને કારણે ભાજપની ચિંતા વધી ગઇ છે, આગામી વિધાનસભાની પેટાચૂંટણી જીતવાનો સંપૂર્ણ વિશ્વાસ હોવાનું હાર્દિક પટેલે કહ્યું છે. ખોડલધામમાં દર્શન પછી આજે હાર્દિકે કહ્યું છે કે રાજ્યમાં આરોગ્ય-શિક્ષણ અને બેરોજગારી મોટો મુદ્દો છે. મને કોંગ્રેસે જવાબદારી આપી અને મારા પર વિશ્વાસ મૂક્યો છે, તે બદલ પાર્ટીનો આભારી છું. 2022માં રાજ્યમાં એક તૃતિયાંશ બહુમતીથી અમારી સરકાર બનશે.

પેટાચૂંટણીમાં ક્લિન સ્વીપ થશે

હાર્દિકે જણાવ્યું છે કે 'આગામી સમયમાં રાજ્યમાં પેટાચૂંટણી આવી રહી છે. અને કોંગ્રેસના નિરીક્ષકો કામે વળગી ગયા છે, તમામ બેઠકો પર અમારા 200-200 કાર્યકરો દોડી રહ્યાં છે. આઠેય બેઠકો પર અમારો વિજય થવાનો છે. પૈસાની લાલચે જે લોકો કોંગ્રેસ છોડીને ગયા છે, તેને જનતા જવાબ આપશે. પેટાચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવશે.આઠેય બેઠકો પર અમારો 15000ની લીડથી વિજય થશે.

હાર્દિક પટેલે હૂંકાર કરતા જણાવ્યું કે રાજ્યમાં ભાજપની સરકારથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. હવે ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની નથી.પેટાચૂંટણી સેમિફાઇનલ છે, આવનારી વિધાનસભાની 2022ની ચૂંટણી ફાઇનલ મેચ છે.આ ચૂંટણીમાં કોંગ્રેસ એક તૃતિયાંશ બહુમતીથી સરકાર બનાવશે.

હાર્દિકે જણાવ્યું કે મેં પહેલાં પણ કહ્યું હતું જ્યાં જરૂર પડશે ત્યાં અમે આત્મમંથન કરીશું અને ભૂલ સુધારીશું. કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને પૂરી નિષ્ઠા સાથે પાર્ટી માટે કામ કરીશ. મહત્વનું છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલે 26 વર્ષના હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ એટલે કે કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો છે, જે ભાજપની ચિંતા વધારશે, બીજી તરફ હાર્દિકને આટલી મોટી જવાબદારી આપવામાં આવતા કોંગ્રેસમાં અસંતોષ છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch