નવી દિલ્હીઃ દેશમાં એલપીજી સંકટ અંગે લોકસભામાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારત 40 દેશો પાસેથી ક્રૂડ ઓઈલ મેળવી રહ્યું છે. ગેસ સિલિન્ડર બાબતે ગભરાવા જેવી કોઈ વાત નથી. પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, આ સમય અફવા ફેલાવવાનો નથી અને ખોટો નેરેટિવ ફેલાવવાનો પણ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગેસ સિલિન્ડર માટે પેનિક કરવાની જરૂર નથી.
વિપક્ષના સવાલોનો લોકસભામાં જવાબ આપતા હરદીપ પુરીએ કહ્યું, CNGનો 100 ટકા સપ્લાય થઈ રહ્યો છે. ભારતમાં દરરોજ LNG કાર્ગો પહોંચી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં LPGનું ઉત્પાદન 28 ટકા વધ્યું છે. ભારત લાંબા સમય સુધી આ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.
એલપીજી સંકટ પર સરકારે લોકસભામાં સ્પષ્ટતા કરતા પેટ્રોલિયમ મંત્રીએ ઉમેર્યું કે, અમારી પાસે પૂરતું ક્રૂડ ઓઈલ છે. પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. અમે 40 દેશોમાંથી ક્રૂડની આયાત કરી રહ્યા છીએ.
#WATCH | Delhi: In the Lok Sabha, Union Minister for Petroleum and Natural Gas, Hardeep Singh Puri, says, "In the last five days, LPG production has been increased by 28 % through refinery directives and further procurement is actually underway. The Modi government's foremost… pic.twitter.com/dMNzddqApF
— ANI (@ANI) March 12, 2026
આ પહેલા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આપણી ઊર્જા સુરક્ષા સાથે સમજૂતી કરવામાં આવી હોવાથી ગેસ અને ઈંધણ એક મોટી સમસ્યા બનવા જઈ રહ્યાં છે. તેમને મોદી સરકાર પાસે આ મામલે જવાબ માંગ્યો હતો.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
ઓપરેશન બ્લિટ્ઝઃ એરપોર્ટ પર 24 મહિલાઓ ઉતરી અને લાવી 29 કિલો સોનું, દાણચોરીનું 37 કરોડ રૂપિયાનું સોનું જપ્ત | 2026-04-10 18:57:46
હજારીબાગમાં ACBની મોટી કાર્યવાહી, બે એન્જિનિયરો 1.72 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા | 2026-04-10 08:49:14
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40