Thu,25 April 2024,5:32 am
Print
header

Happy Birthday Rajnitkanth: સાઉથના સુપર સ્ટાર ઉજવી રહ્યાં છે 70મો બર્થ ડે, મોદીએ આપી શુભેચ્છા

ચેન્નઈઃ સાઉથના સુપર સ્ટાર રજનીકાન્ત (Happy Birthday Rajnitkanth) આજે તેમનો 70મો બર્થ ડે ઉજવી રહ્યાં છે. તેમના ફેન્સ સહિત મોટી સંખ્યામાં લોકો શુભેચ્છા પાઠવી રહ્યાં છે. આજે સવારથી જ તેમના ઘરની આગળ ફેન્સે લાઇન લગાવી દીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પણ રજનીકાન્તને ટ્વિટ કરીને શુભકામના પાઠવી છે.

મોદીએ (PM Modi) ટ્વિટ કરીને લખ્યું, રજનીકાન્તજી, તમને જન્મ દિવસની શુભેચ્છા.તમે લાંબું અને સ્વસ્થ જીવન જીવો.

થોડા દિવસ પહેલા સુપરસ્ટાર રજનીકાંતે રાજકારણ(Politics)માં પ્રવેશવાની જાહેરાત કરી હતી. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે તેઓ 31 ડિસેમ્બરે તેમના રાજકીય પક્ષની જાહેરાત કરશે. છેલ્લા ઘણાં વર્ષોમાં એવી અનેક અટકળો હતી કે તેઓ રાજકારણમાં આવશે, પરંતુ તે આવ્યા નહીં અને સતત ફિલ્મ જગતમાં રહ્યાં હતા.આખરે તેમણે રાજકારણમાં પ્રવેશવાની સત્તાવાર જાહેરાત કરી હતી.

રજનીકાન્ત છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં 'કબાલી', '2.0' અને 'કાલા' જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી  આ ફિલ્મોએ તેમને એશિયાનો સૌથી મોંઘો હીરો બનાવ્યાં હતા.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch