અમદાવાદઃ અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળ આવતી હાંસોલ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા અનાર્મ એ.એસ.આઇ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.સાબરકાંઠા એ.સી.બીની ટીમે ગાંધીનગર એ.સી.બી. ફીલ્ડની મદદથી હાંસોલ પોલીસ ચોકીના પાર્કિંગમાં જ સફળ ટ્રેપ ગોઠવીને આરોપી પોલીસ અધિકારીને રૂપિયા 6,000ની લાંચ લેતા દબોચી લીધા છે.
ફરિયાદી વિરૂદ્ધ થયેલી અરજીના અનુસંધાને આરોપી એ.એસ.આઇ. શશીકાંત કિશનભાઇ જાદવ (ઉંમર વર્ષ 52) એ ફરિયાદીને માર નહીં મારવા માટે તેમજ કોર્ટમાં વહેલા રજૂ કરીને વધુ હેરાન પરેશાન ન કરવા બાબતે ₹6,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી, તેઓએ તાત્કાલિક સાબરકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
નાગરિકની ફરિયાદને આધારે એ.સી.બી.ની ટીમ દ્વારા તા.26/06/2026 ના દિવસે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન આરોપી એ.એસ.આઇ. શશીકાંત જાદવે ફરિયાદી સાથે લાંચની માંગણી અંગે હેતુલક્ષી વાતચીત કરી હતી અને હાંસોલ પોલીસ ચોકીના પાર્કિંગમાં જ ફરિયાદી પાસેથી લાંચના ₹6,000 સ્વીકાર્યા હતા. લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એ.સી.બી.ની ટીમે ત્રાટકીને આરોપીને આબાદ ઝડપી લીધો હતો અને લાંચની ₹6,000ની પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી હતી.
ઓપરેશન પાર પાડનાર અધિકારીઓની ટીમ
ટ્રેપિંગ અધિકારી: એ.ડી.સુથાર (પોલીસ ઈન્સ્પેક્ટર, સાબરકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશન) તથા મદદમાં ગાંધીનગર એ.સી.બી. ફીલ્ડની ટીમ.
સુપરવિઝન અધિકારી: એ.કે.પરમાર (મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ)
ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા (નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ)
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાધો, જાણો- કોણ હતા આ યુવક-યુવતી ? | 2026-07-13 09:22:30
દુબઈથી ચાલતું રૂ. 250 કરોડનું સાયબર છેતરપિંડીનું રેકેટ ઝડપાયું, MBA ના વિદ્યાર્થી સહિત 19 આરોપીઓની ધરપકડ | 2026-07-12 09:35:04
SGST ની પાન- મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુના વેપારીઓ સામે કાર્યવાહી, રૂ. 6.54 કરોડની કરચોરીનો પર્દાફાશ | 2026-07-11 08:55:41
સેક્સપાવર વધારવાની દવા ખરીદ્યા પછી શરૂ થતો હતો બ્લેકમેઈલનો ખેલ, યુવતી સહિત 7 આરોપીઓની ધરપકડ | 2026-07-10 17:25:44