Tue,29 April 2025,1:48 am
Print
header

આતંકી હાફિઝ સઇદના નજીકના અબુ કાતાલની પાકિસ્તાનમાં હત્યા - Gujarat Post

કરાચીઃ પાકિસ્તાનમાં આતંકવાદી હાફિઝ સઈદની નજીકનો અને કાશ્મીરમાં ઘણા હુમલાઓમાં સામેલ લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી અબુ કતાલ માર્યો ગયો છે. આ ઘટના શનિવારે રાત્રે 8 વાગ્યે બની હોવાનું કહેવાય છે. આ હત્યા પાછળ કોણ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝેલમ જિલ્લામાં અજાણ્યા બંદૂકધારીઓએ કતાલની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે મુંબઈ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો નજીકનો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અનુસાર, અબુ કતલ 2002-03માં ભારત આવ્યો હતો અને કાશ્મીરના પૂંછ-રાજૌરી વિસ્તારમાં સક્રિય હતો.

ઉપરાંત રિયાસીમાં યાત્રાળુ બસ પર થયેલા હુમલામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ હુમલાની ચાર્જશીટમાં, NIA એ દાવો કર્યો હતો કે હુમલાનો એકમાત્ર હેતુ દેશભરમાંથી વૈષ્ણોદેવી આવતા ભક્તોમાં ભય પેદા કરવાનો હતો. એટલું જ નહીં, આતંકવાદીઓ સ્થાનિક લોકોમાં ભય પણ ફેલાવવા માંગતા હતા. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો માતા વૈષ્ણો દેવીના દર્શન કરીને પાછા ફર્યા હતા.

9 જૂન 2024ના રોજ થયેલા આ હુમલામાં 9 મુસાફરો માર્યા ગયા હતા અને 41 ઘાયલ થયા હતા. જે દિવસે હુમલો થયો તે જ દિવસે કેન્દ્રમાં, નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લઈ રહ્યાં હતા. એક તરફ મોદીનો શપથ ગ્રહણ સમારોહ ચાલી હતો અને બીજી તરફ આતંકવાદીઓએ બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. માથામાં ગોળી વાગતાં બસ ચાલકે કાબુ ગુમાવ્યો અને બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. બસ ખીણમાં ખાબક્યાં પછી પણ આતંકવાદીઓએ ગોળીબાર ચાલુ રાખ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch