Thu,25 April 2024,9:28 am
Print
header

કોંગ્રેસમાં મોટી જવાબદારી, ખોડલધામ દર્શન કર્યાં બાદ હાર્દિક પટેલ તેની ભાવી રણનીતિ જાહેર કરશે

કોંગ્રેસના સંગંઠનમાં યુવાઓને સામેલ કરવાની સાથે ખેડૂતો અને બેરોજગારીના મોરચે લડાઇ 

અમદાવાદઃ હાર્દિક પટેલનું કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેનું નામ જાહેર થતા ગુજરાતના રાજકારણમાં મોટો ઉલટફેર સામે આવ્યો છે. પાટીદાર અનામત આંદોલનથી જાણીતા થયેલા હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એકલે હાથે ભાજપને 100 બેઠકની અંદર લાવી દીઘી હતી અને કોંગ્રેસ સરકાર બનાવવામાં થોડી બેઠકો માટે જ રહી ગઇ હતી. 25 ઓગસ્ટ 2015 ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડમાં ઇતિહાસની સૌથી મોટી સભામાં લોકો માત્ર હાર્દિક પટેલને સાંભળવા આવ્યાં  ને તે રાષ્ટ્રીય ચહેરો બની ગયો. જો કે પાસ વિખેરાય જતા હાર્દિકે કોગ્રેસમાં જોડાણ કર્યું હતુ 

આજે તેને હવે ગુજરાતના કાર્યકારી પ્રમુખ જાહેર કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસે  ગુજરાતમાં મોટા પરિવર્તનના સંકેત આપ્યાં છે, હવે તેની નવી ઇનીંગ શરુ કરતા પહેલા તે ખોડલધામ અને સીદસર ખાતે દર્શન કરશે. સાથે સાથે ખોડલધામ દર્શન કર્યાં બાદ તે રણનીતિ જાહેર કરશે. ત્યારે હાર્દિક પટેલ માટે હાલ વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીનો સૌથી પહેલા પડકાર છે. હાર્દિક કાલથી જ આઠ વિધાનસભાની રણનિતી ઘડ વા માટે  જાહેરાત કરી શકે તેમ છે. હાર્દિક પટેલ સૌરાષ્ટ્રના ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે  ખોડલધામ દર્શન કરશે અને  મીડિયાને સંબોધન કરશે. બાદમાં ત્યાંથી ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાને ત્યાં ભોજન કરીને બે વાગે સીદસર દર્શન કરશે.   

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch