કોંગ્રેસનાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી નિષ્ફળ રહેતા હવે મિશન 2022 માટે હાર્દિક પટેલને જવાબદારી !
અમદાવાદઃ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા હાર્દિકને ગુજરાતના કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવતા ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સમર્થકો નારાજ પણ થયા છે, પણ હકીકત એ છે કે ગુજરાતમાં કોંગ્રેસની કથળી રહેલી સ્થિતિને ધ્યાનમાં લઇને ખુદ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ આ નિર્ણય લીધો છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસનાં આઠ ધારાસભ્યોના રાજીનામા માટે કોંગ્રેસ હાઇકમાન્ડ કદાચ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણીને સીધા જવાબદાર માને છે અને આગામી સમયમાં નબળા નેતૃત્વને લઇને પાર્ટીને હજુ નુકસાન થઇ શકે તેમ હોવાથી ગુજરાતની સૌથી મોટી જવાબદારી હાર્દિક પટેલને સોંપી છે. જેમાં હાર્દિક પટેલની સત્તાનો વ્યાપ પણ વધારાયો છે.જેમાં તે પાર્ટીના હિતને લઇને આકરા નિર્ણયો લેવા માટે સક્ષમ રહેશે. ખાસ કરીને આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જો કોંગ્રેસ આઠેય બેઠકો ગુમાવે છે તો મોટો ફટકો પડી શકે તેમ છે. ત્યારે આ બેઠકો પર ઉમેદવારોની પસંદગીની જવાબદારી પણ હાર્દિકને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલે એકલા હાથે ભાજપને હંફાવી હતી. ત્યારે હવે તે ફોર્મુલાથી જ હાર્દિકને કામગીરી કરવાની સત્તા આપવામાં આવી છે. અને વર્ષ 2022મા હાર્દિકના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડવા માટે રાહુલ ગાંધીએ જાતે જ આ નિર્ણય લીધો છે. ત્યારે આગામી સમયમાં હાર્દિકને સંગઠનને પુનઃ મજબુત બનાવવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે હાર્દિક પટેલ સંગઠનમાં ફેરફાર કરી શકે છે. ખાસ કરીને જે આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં તમામ તાકાત લગાવી દેવાની તાકીદ કરવામાં આવી છે. હાર્દિકની નિમણૂંક માટે ગુજરાતના પ્રભારી રાજીવ સાવંતનો અભિપ્રાય ખુબ જ મહત્વનો સાબિત થયો હત, હવે ગુજરાતમાં ઘટી રહેલા સંખ્યાબળ બાદ રાહુલ ગાંધીએ અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. જેને સોનિયા ગાંધીએ ગાંધીએ પણ મંજુરી આપી હતી.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23