(demo pic)
ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ આક્ષેપ કર્યો છે કે તેની પત્ની લગ્ન પહેલા જ ગર્ભવતી હતી અને આ વાત છુપાવવામાં આવી હતી. ત્યાર બાદ સાસરી પક્ષની સહમતિથી ગર્ભપાત કરવામાં આવ્યો હતો. હવે કોર્ટે આ સમગ્ર મામલે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તમામ દસ્તાવેજો અને નિવેદનોના આધારે નવા છેડેથી વિચાર કરવાનો આદેશ આપ્યો છે.
વિશાલ માહોર નામના વ્યક્તિએ પત્ની અને તેના પિયર પક્ષ સામે ગંભીર આરોપો લગાવ્યાં છે. ફરિયાદ મુજબ, લગ્ન સમયે પત્ની પહેલેથી જ ગર્ભવતી હતી, પરંતુ આ વાત છુપાવવામાં આવી હતી. લગ્નના લગભગ એક મહિના પછી પત્નીની તબિયત બગડતા તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી. અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે પત્ની બે મહિનાથી વધુ સમયનો ગર્ભ ધરાવતી હતી.
આક્ષેપ છે કે આ ખુલાસા બાદ પત્ની તેના પિયર ચાલી ગઈ હતી, જ્યાં તેણે માતા-પિતા અને અન્ય પરિચિતો સાથે મળીને ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હતો. પતિનું કહેવું છે કે આ સ્પષ્ટપણે ભ્રૂણ હત્યાનો મામલો છે અને તેમાં સામેલ તમામ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. અગાઉ ઝાંસીના રહેવાસી આ યુવકે જનકગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ કેસ નોંધાયો ન હતો. ત્યારબાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરવામાં આવી હતી, જે 20 નવેમ્બર 2025ના રોજ ફગાવી દેવામાં આવી હતી.
જોકે, એડિશનલ સેશન્સ જજ સમક્ષ રિવિઝન પિટિશન દાખલ કરવામાં આવી હતી, જ્યાં અદાલતે સ્વીકાર્યું કે આ મામલે ઉપલબ્ધ દસ્તાવેજો અને નિવેદનોની ફરીથી સમીક્ષા કરવી જરૂરી છે. કોર્ટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને નિર્દેશ આપ્યો છે કે તેઓ તમામ રેકોર્ડના આધારે નવા છેડેથી વિચાર કરી કારણો સાથેનો ઓર્ડર પાસ કરે.
હાલમાં આ કેસમાં નીચલી અદાલતમાં ફરી સુનાવણી થશે. આ મામલો માત્ર કાયદાકીય જ નહીં પરંતુ સામાજિક અને નૈતિક પ્રશ્નો પણ ઉભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે ન્યાયિક પ્રક્રિયા બાદ સત્ય શું બહાર આવે છે અને દોષિતો સામે શું કાર્યવાહી થાય છે.
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત, રૂપિયા જમા કરાવતા મળ્યાં જામીન | 2026-02-16 16:56:11
રાજસ્થાનઃ ભીવાડીના તાપુકડા ફેક્ટરીમાં આગ લાગી, 7 કામદારોના મૃતદેહ મળ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા | 2026-02-16 12:40:40
ભારતની જીત, પાકિસ્તાની ટીમની હારથી મોહસીન નકવી ચોરની જેમ સ્ટેડિયમમાંથી ભાગી ગયો, વીડિયો સામે આવ્યો | 2026-02-15 16:22:35
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30