રોહતકઃ બે મહિલાઓ પર દુષ્કર્મ ગુજારવા મામલે 20 વર્ષની જેલની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાનાં ચીફ ગુરમીત રામ રહીમને તેની બિમાર માતાને મળવા માટે પેરોલ મળ્યાં છે. જેલનાં વરિષ્ઠ અધિકારી દ્વારા શુક્રવારે તેની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે અધિકારીએ એ કહેવાનો ઇનકાર કર્યો કે કેટલા દિવસથી ગુરમીત રામ રહીમને જેલમાંથી રજા આપવામાં આવી છે. જેલ અધિકારીએ કહ્યું, અમે સાંજ સુધીમાં માહિતી શેર કરીશું.
દરેક જેલનાં કેદીને પેરોલ લેવાનો અધિકાર છે અને વહીવટ અને પોલીસનો પ્રતિસાદ મળતા રામ રહીમને રજા આપવામાં આવી છે. ગયા વર્ષે પણ અમે તેને એક દિવસની પેરોલ આપી હતી. મળતી માહિતી મુજબ રામ રહીમે ચાર દિવસ પેરોલ માંગી હતી, થોડા દિવસો પહેલા ગુરમીત રામ રહીમ વિશે એક સમાચાર આવ્યાં હતા કે તેને જેલમાં શ્વાસ લેવામાં તકલીફ છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તેને ડોકટરોને કોરોના ટેસ્ટ કરવા દેવાની ના પાડી દીધી હતી.
ડેરા સચ્ચા સૌદાનાં ચીફ ગુરમીત રામ રહીમ 2017 થી જેલમાં છે. રામ રહીમને જાતીય અત્યાચાર, દુષ્કર્મ, પત્રકારની હત્યા બદલ સજા ફટકારવામાં આવી હતી. આ પહેલા પણ ઘણી વાર રામ રહીમે પેરોલ માટે અરજી કરી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38