Wed,18 February 2026,11:29 am
Print
header

મેક્સિકોમાં ફૂટબોલ મેદાનમાં બંદૂકધારીઓએ કર્યો ગોળીબાર, 11 લોકોનાં મોત, 12 ઘાયલ

  • Published By panna patel
  • 2026-01-26 11:12:29
  • /

મેક્સિકોઃ ગુઆનાજુઆટો રાજ્યના સલામાન્કા શહેરમાં ફૂટબોલ મેદાનમાં થયેલા ગોળીબારમાં 11 લોકોનાં મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે. ફૂટબોલ મેચ સમાપ્ત થયા પછી તરત જ બંદૂકધારીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. ઘટના સ્થળે જ 10 લોકોનાં મોત થયા, જ્યારે 1 વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું હતું.

મેયરે રાષ્ટ્રપતિ શેનબૌમને મદદ માટે અપીલ કરી

સલામન્કાના મેયર સીઝર પ્રીટોએ સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું કે ઘાયલોમાં એક મહિલા અને એક સગીર બાળકનો સમાવેશ થાય છે. મેયર પ્રીટોએ આ ઘટનાની સખત નિંદા કરતા કહ્યું કે તેનાથી શહેરને ખૂબ દુઃખી થયું છે. તેમણે હિંસાને કાબૂમાં લેવા માટે તાત્કાલિક મદદ માટે રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમને હાકલ કરી છે. રાજ્ય પોલીસે ગોળીબારની તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં સુરક્ષા મજબૂત બનાવવા માટે પગલાં લેવામાં આવ્યાં છે.

ગેંગ વચ્ચે હિંસાના બનાવ

નોંધનીય છે કે ગયા વર્ષે ગુઆનાજુઆટો મેક્સિકોમાં સૌથી વધુ હત્યાઓ ધરાવતું રાજ્ય છે.  સ્થાનિક સાન્ટા રોઝા ડી લિમા ગેંગ અને શક્તિશાળી જેલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ વચ્ચે હિંસક સંઘર્ષ ચાલુ છે. જો કે, મેક્સીકન સરકાર અનુસાર, 2025 માં દેશવ્યાપી હત્યા દર 2016 પછીનો સૌથી ઓછો હતો. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch