(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)
Gujarat Post Fact Check News: સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો, ફોટો અને પોસ્ટ વાયરલ થાય છે. તેમાંથી કેટલાક ફોટા, વીડિયો અને પોસ્ટ ખોટા દાવા સાથે અપલોડ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટા, વીડિયો અને પોસ્ટને સાચા માને છે અને તેમની ટાઈમલાઈન પર શેર કરે છે. કોલકત્તાની મહિલા ડૉક્ટર કે જેમની સાથે બળાત્કાર થયો હતો અને બાદમાં હત્યા થઇ હતી, તેમનો છેલ્લી ક્ષણોનો એક વીડિયો હોવાનો દાવો કરાયો છે. જ્યારે અમે હકીકત તપાસી ત્યારે સત્ય કંઈક બીજું જ બહાર આવ્યું.
કોલકત્તાના એક ડૉક્ટર બળાત્કાર-હત્યા પીડિતાની અંતિમ ક્ષણો હોવાનો દાવો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાતી છોકરી 31 વર્ષીય ડોક્ટર હોવાનું કહેવાય છે જેની સાથે બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. વીડિયોમાં દેખાતી યુવતીના ચહેરા અને ગરદન પર ઈજાના નિશાન જોઈ શકાય છે. વીડિયોને પીડિતાનું નામ તેના અંતિમ શ્વાસ પહેલા તેની માતાને" કેપ્શન સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો X સહિત અન્ય ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. ફેક્ટ ચેક દરમિયાન આ વાયરલ વીડિયો એક મેક-અપ આર્ટિસ્ટનો હોવાનું સામે આવ્યું છે.
જેણે મનોરંજનના ભાગરૂપે ચહેરા અને ગરદન પર ઈજાના નિશાન બનાવવા માટે મેક-અપનો ઉપયોગ કર્યો હતો.જ્યારે અમે ગુગલમાં રિવર્સ સર્ચ કર્યું તો અમને જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં દેખાતી મહિલા મેકઅપ આર્ટિસ્ટ છે. તપાસ પર અમને એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ મળી જે ઝીનત રહેમાન નામના મેકઅપ આર્ટિસ્ટને આભારી હતી. તેનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો કોલકત્તા રેપ-હત્યા પીડિતાનો નથી. આવી સ્થિતિમાં લોકોને આવા ભ્રામક સમાચારોથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Crime News: બર્થ ડે પાર્ટીમાં યુવતીને પીવડાવ્યું નશીલું લીંબુ પાણી અને પછી...Gujarat Post | 2024-09-07 14:00:41
રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન, ભારતીય સેનાએ યુદ્ધ માટે તૈયાર રહેવું જોઇએ | 2024-09-06 13:23:53
દેશમાં આ રાજ્યમાં સરકારે ડેન્ગ્યુને મહામારી કરી જાહેર, મચ્છરનો ઉપદ્રવ જોવા મળશે તો થશે આટલો દંડ- Gujarat Post | 2024-09-04 08:30:44
બહરાઇચમાં વધુ બે બાળકો વરૂનો શિકાર બનતાં બચ્યાં, 35 ગામોમાં ફફડાટ- Gujarat Post | 2024-09-03 10:42:14
માનવભક્ષી વરૂનો આતંક....બહરાઇચમાં 2 વર્ષની બાળકીને ફાડી ખાધી, મહિલાને ઘાયલ કરી- Gujarat Post | 2024-09-02 09:58:45
Fact Check: બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે વડોદરામાં પૂર આવ્યું હોવાનો દાવો ખોટો છે | 2024-09-05 09:46:47
Fact Check: વિદેશમાં જ્વાળામુખી પર પડી વીજળી, આ ફોટો હિમાચલનો બતાવીને કર્યો વાયરલ, જાણો સત્ય શું છે ? | 2024-08-01 09:35:33
Fact Check: વિરાટ કોહલી અને રોહિત શર્માને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનમાં જઈને રમવાનો વાંધો નથી ! જાણો વાયરલ મેસેજની હકીકત | 2024-07-18 11:11:34
Fact Check: રૂપિયા 500 ની જે નોટ પર સ્ટારનું ચિન્હ છે તે નકલી નોટ હોવાનો દાવો ખોટો છે, આ છે હકીકત- Gujarat Post | 2024-07-13 11:03:39