Fri,19 April 2024,10:47 pm
Print
header

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કોરોનાનો કહેર, દીક્ષા જોષી સહિતના બે કલાકારો સંક્રમિત - Gujarat post

અમદાવાદઃગુજરાતમાં કોરોના વાયરસ ફરી કહેર વર્તાવી રહ્યો છે. કોરોના વંટોળ બનીને ફરી આવી રહ્યો છે, એક પછી એક લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. કોરોનાથી બોલિવુડ તથા ટીવી ઇન્ડસ્ટ્રી બાદ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારો પણ નથી બચી શક્યા. ગુજરાતી એક્ટ્રેસ દીક્ષા જોષી,એક્ટર હેમાંગ દવે તથા મિત્ર ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

દીક્ષાએ સોશિયલ મીડિયામાં પોસ્ટમાં કહ્યું  ‘2022માં હું આમ કરીશ.. હું વર્કઆઉટ રોજ કરીશ, પરંતુ હાલમાં હું કોવિડ પોઝિટિવ છું અને ડૉક્ટરે મને આરામની સલાહ આપી છે.  

દીક્ષા હાલમાં હોમ આઇસોલેશનમાં છે, સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરી રહી છે. હાલમાં જ દીક્ષાએ ફિલ્મ ‘લકીરો’નું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં રોનક કામદાર, શિવાની જોષી, નેત્રી ત્રિવેદી મહત્ત્વના રોલમાં છે. આ ગુજરાતી ફિલ્મમાં જાઝ મ્યુઝિકને પહેલી જ વાર એક્સપ્લોર કરવામાં આવ્યું છે.

અભિનેતા હેમાંગ દવેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હેમાંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. મહેરબાની કરીને સાવચેત રહો. છેલ્લાં બે-ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવનારા તમામ લોકો ટેસ્ટ કરાવે. એવા કોઈ લક્ષણો નથી, પરંતુ આ ઘણો જ ચેપી છે તેથી જ સાવેચત રહો.’

‘છેલ્લો દિવસ’ ફૅમ એક્ટર મિત્ર ગઢવીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મિત્ર ગઢવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘હેલ્લો, પહેલી જાન્યુઆરીએ મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4213 કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1835 કોરોનાના કેસ સામે આવ્યા છે, સુરત શહેરમાં 1105 કેસ, વડોદરામાં 116 કેસ અને રાજકોટ શહેરમાં 183 અને ગ્રામ્યમાં 41 કેસ સામે આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch