(ઘટના બાદ પોલીસે સ્થળને કર્યું સીલ)
આણંદના સોજીત્રાનો પ્રેયસ પટેલ ભોગ બન્યો
મૃતકના પરિવારજનો અમેરિકા જવા રવાના
ન્યૂયોર્કઃ અમેરિકામાં ગુજરાતીઓની વસ્તી મોટી છે. જેમાંના ઘણા લોકો મોટલ, ગેસ સ્ટેશન કે ગ્રોસરી સ્ટોર્સના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આજે પણ ઘણા ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછા હોય છે, જો કે ઘણી વખત અમેરિકામાં રહેતા ગુજરાતીઓ જીવનભર ન ભૂલી શકાય તેવી ઘટનાનો ભોગ બને છે. અમેરિકામાં લૂંટના ઈરાદે આવેલા લૂંટારુંએ ગુજરાતી યુવકની પોઇન્ટ બ્લેકથી ગોળી મારીને હત્યા કરી નાખી છે.
અમેરિકમાં આણંદના યુવકની ગોળી મારીને હત્યા કર્યાના સમાચાર અહીં રહેતા પરિવારજનોને મળતાં તેઓ શોકમાં ડૂબી ગયા છે અને પરિવારજનો અમેરિકા જવા રવાના થયા છે. આણંદ જિલ્લાના સોજીત્રા ગામનો વતની પ્રેયસ પટેલ અમેરિકામાં સ્થાઈ થયો હતો.
ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વીનિયન્સ સ્ટોરમાં તે કામ કરતો હતો, ત્યારે ગેસ સ્ટેશન પર લૂંટના ઇરાદે ઘૂસેલા શખ્સોએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમાં બે લોકો મોતને ભેટ્યા હતા. આ અંગે જાણ થતા કિલન ક્રીક પાર્કવેના 1400 બ્લોક પરના કન્વીનિયન્સ સ્ટોર પર પોલીસ બોલાવવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્ટોરની અંદર બે લોકો બંદૂકની ગોળીથી વીંધાયેલા મળ્યાં હતા, પોલીસ તપાસમાં મૃતક યુવક ન્યૂયોર્કમાં રહેતો પ્રેયસ પટેલ અને લોગન એડવર્ડ થોમસ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ ઘટના વખતે હાજર કર્મચારીને પૂછતાં તેમણે મૃતક પ્રેયસ પટેલ સ્ટોરનો માલિક હોવાનું અને થોમસ સ્ટોરનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું. ન્યૂયોર્ક પોલીસે સ્થાનિકોના નિવેદનો નોંધીને તપાસ હાથ ધરી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
દે ધનાધન.. સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓમાં ઝપાઝપી- Gujarat Post
2022-06-25 12:45:49
રશિયા-યુક્રેન યુદ્ધના 4 મહિના, હવે આવી શકે છે સૌથી ખતરનાક સમય ! Gujarat Post
2022-06-24 09:07:07
અમેરિકામાં થયેલા ગોળીબારમાં ભારતીયનું મોત, માતા-પિતાએ કહ્યું અમે પહેલા જ જવાની પાડી હતી ના- Gujarat Post
2022-06-23 10:28:25
અફઘાનિસ્તાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધીમાં 1000 લોકોનાં મોત- Gujarat Post
2022-06-22 12:20:01
અમેરિકામાં હુમલાખોરે પોલીસ અધિકારી સહિત અનેક લોકો પર કર્યું ફાયરિંગ- Gujarat Post
2022-06-20 09:36:20
ગૌરવની ક્ષણ, ગોલ્ડન બોય નીરજ ચોપરાએ દેશ માટે ફરી જીત્યો ગોલ્ડ મેડલ- Gujarat post
2022-06-19 09:20:35