Tue,29 April 2025,1:43 am
Print
header

વિક્રમ ઠાકોરના વિવાદ બાદ ગુજરાતી ફિલ્મ કલાકારોને સરકારનું નિમંત્રણ- Gujarat Post

  • વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારે પગલું ભર્યું
  • અનેક કલાકારો વિધાનસભાની કાર્યવાહી નીહાળશે

ગાંધીનગરઃ તાજેતરમાં વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળતા વિવાદ સર્જાયો હતો. આ મામલો રાજકારણ, સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચાનો વિષય બનતાં હવે સરકારે વિક્રમ ઠાકોર અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા છે. 27 માર્ચે તમામ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

થોડા દિવસ પહેલા વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે અનેક કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યાં હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈ પણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. 

વિક્રમ ઠાકોરે કહ્યું કે, ‘મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યાં. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન રાખજો. ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યાં છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માંગું છું સરકારને કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું. પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂકયા.

ભાજપનાં સાંસ્કૃતિક સેલનાં જનક ઠક્કરે જણાવ્યું કે, સાંસ્કૃતિક સેલ દર વર્ષે વિશ્વ સાંસ્કૃતિક દિવસ ઉજવે છે. રંગભૂમિ દિવસ નિમિત્તે ભગવાન નટરાજનું પૂજન થશે. એ કાર્યક્રમમાં ગુજરાતનાં દરેક જીલ્લામાંથી નાના મોટા દરેક કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યે છે. અને વિશ્વ રંગભૂમિ દિવસ છે એટલે પસંદ કર્યો છે કે કલાનું પૂજન થાય છે. અને ભગવાન નટરાજનએ કલાની મૂર્તિ છે. ખાસ એટલે એ દિવસ પસંદ કરવામાં આવ્યો છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch